મતદાન માટે મતદાર ફોટો ઓળખ કાર્ડ(ઈપીક કાર્ડ)લઈ જવું અન્ય ૧૪ પુરાવાઓ માન્ય રહેશે પરંતુ પક્ષો દ્વારા અપાતી સ્લીપ નહીં
મતદાનનો સમય સવારના ૭ થી સાંજના ૬ :મતદાન મથકે મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ છે
ચૂંટણી પર્વ લોકશાહીનો અવસર: મતદાન અચૂક કરીએ
જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તંત્ર ની તમામ તૈયારીઓ પૂર્ણ
જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચુંટણીનું તા.૧૬/૦૨/૨૦૨૫ ના રોજ મતદાન
જૂનાગઢ તા.૧૪
જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીનું તા.૧૬/૦૨/૨૦૨૫ના રોજ મતદાન થનાર છે. મતદારે મત નાખવા માટે ભારતના ચુંટણી પંચ દ્વારા આપવામાં આવેલ ઓળખપત્ર (EPIC)રજુ કરવાનું રહેશે. પરંતુ જો કોઈ મતદાર આવુ ફોટો ઓળખ પત્ર (ઈપીક કાર્ડ) રજુ ન કરી શકે તો તેના વિકલ્પે ચૂંટણી પંચ દ્રારા માન્ય ૧૪ પુરાવાઓ પૈકી કોઈ એકનો ઓળખના પુરાવા તરીકે ઉપયોગ કરી શકશ,
ચૂટણી પંચ દ્વારા માન્ય ૧૪ પુરાવામાં ફોટો ઓળખ પત્ર (ઈપીક કાર્ડ), ‘આધાર કાર્ડ, ફોટા સાથેનો પાસપોર્ટ, ફોટા સાથેનું ડ્રાઈવીંગ લાયસન્સ, ફોટા સાથેનું પાનકાર્ડ, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, જાહેર સાહસો અથવા પબ્લીક લીમીટેડ કંપનીઓ તરફથી તેઓના કર્મચારીઓને આપવામાં આવેલ ફોટા સાથેના ઓળખકાર્ડ, ફોટા સાથેની પાસબુક, અનુસૂચિત જાતિ/ અનુસૂચિત આદિજાતિ/ અન્ય પછાતવર્ગ (OBC) નું સક્ષમ અધિકારીનું ફોટા સાથેનું પ્રમાણપત્ર, ફોટા સાથેનું પેન્શન પ્રમાણપત્રો, સ્વતંત્રતા સૈનિકનાં ફોટા સાથેના ઓળખ કાર્ડ, ફોટો સાથેના હથિયારોના લાયસન્સ, વિકલાંગ વ્યક્તિનું ફોટા સાથેનું પ્રમાણપત્ર, ફોટા સાથેના જોબ કાર્ડ, કર્મચારી રાજ્ય વીમા યોજના (ESI) હેઠળ આપવામાં આવેલ ફોટા સાથેનું ઓળખકાર્ડ, નેશનલ પોપ્યુલેશન રજીસ્ટર (NPR) સ્કીમ હેઠળ RGI દ્વારા આપવામાં આવેલ સ્માર્ટ કાર્ડ, વગેરે (ચૂંટણીની તારીખથી એક માસ પહેલા ઈસ્યુ થયેલ) દસ્તાવેજી પુરાવાઓ સાથે રાખી મતદાન કરી શકશે,પક્ષો દ્વારા આપવામાં આવતી સ્લીપને મતદારના પુરાવા આધાર તરીકે નહીં લઈ જવા ખાસ અપીલ કરવામાં આવી છે. મતદાર ફોટો કાર્ડ સિવાય અન્ય જે ૧૪ આધારો છે તે માન્ય છે,
મતદાન નો સમય સવારના સાત થી સાંજના છ કલાક દરમિયાનનો છે. વિશેષમાં મોબાઈલ મતદાન મથકે લઈ જવાનો પ્રતિબંધ છે અને મોબાઈલમાંથી પુરાવાઓ બતાવવામાં આવે તો પણ તે માન્ય નથી. આ આધારની ફિઝિકલ હાર્ડ કોપી લઈ જવી જરૂરી છે,
ચૂંટણી લોકશાહીનો પર્વ અવસર છે અને સૌ મતદાન કરે તે જરૂરી છે. જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અનીલ કુમાર રાણાવસિયાના માર્ગદર્શનમાં સમગ્ર જિલ્લામાં ચૂંટણી તંત્ર દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)