જૂનાગઢ, તા. ૪:
જૂનાગઢ જિલ્લામાં આગામી તા. ૨૨ જૂન ૨૦૨૫ ના રોજ ગ્રામપંચાયતની સામાન્ય, વિભાજન મધ્યસત્ર અને પેટા ચૂંટણી યોજાવવાના છે. આ ચૂંટણીને સરળ અને પારદર્શક બનાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે.
આ હેલ્પલાઇન નંબર 1950 ટોલ ફ્રી છે અને દરેક મતદાર માટે ખુલ્લી છે. આ હેલ્પલાઇન દ્વારા મતદારો પોતાના મતદાર યાદી અને મતદાન મથકની સંપૂર્ણ માહિતી સરળતાથી મેળવી શકશે.
જિલ્લા ચૂંટણી અધિકારી તથા સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ દ્વારા આ અંગે તમામ નાગરિકોને માહિતગાર કરવામાં આવી છે. આ હેલ્પલાઇનની મદદથી મતદારોને ચૂંટણી દરમ્યાન કોઈ પણ પ્રકારની સમસ્યા નિવારવા અને માહિતી મેળવવામાં સહાય મળશે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાન પ્રક્રિયા શાંતિપૂર્વક અને સુવ્યવસ્થિત રીતે પૂરું કરવા માટે આ કામગીરી અગત્યની માનવામાં આવી રહી છે.
અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ