જૂનાગઢ જિલ્લામાં જળ અને સ્વચ્છતા સંબંધિત ૪૦ નવી યોજનાઓને સૈદ્ધાંતિક મંજૂરી

જૂનાગઢ
જૂનાગઢ જિલ્લા કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસીયાની અધ્યક્ષતામાં જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો માટે પાણી પુરવઠા અને સ્વચ્છતા સંબંધિત કુલ ૪૦ કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી.

કલેક્ટર કચેરી ખાતે આયોજિત આ બેઠકમાં વિવિધ તાલુકા પંચાયતો દ્વારા રજૂ કરાયેલ અંદાજો અને કામગીરીની તાંત્રિક વિગતોની સમીક્ષા કરવામાં આવી હતી. ખાસ કરીને હયાત બોર પર પંપિંગ મશીનરી, પીવીસી પાઇપલાઇનના નવા કામો અને અગાઉની યોજનાઓ માટે વધારાનો ખર્ચ લાગુ પડે ત્યારે આપવામાં આવતી રિવાઇઝ વહીવટી મંજૂરી પર ચર્ચા થઈ હતી.

આ બેઠકમાં SBM-G યોજના હેઠળ લિક્વિડ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં થતાં પ્રગતિ પર પણ સમીક્ષા કરવામાં આવી હતી.
તે ઉપરાંત નીચેના મુદ્દાઓની પણ સમીક્ષા હાથ ધરાઈ હતી:

  • શેગ્રીગેશન શેડ અને સામૂહિક કમ્પોસ્ટ પીટ
  • કોમ્યુનિટી શોકપીટ
  • વ્યક્તિગત શૌચાલય, શોકપીટ અને કમ્પોસ્ટ પીટ

કલેક્ટરે આ તમામ કામો ઝડપી અને ગુણવત્તાસભર રીતે પૂર્ણ થાય એ માટે વિભાગોને જરૂરી સૂચનાઓ આપી.

અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ