“જૂનાગઢ જિલ્લામાં તાત્કાલિક મદદ માટે કંટ્રોલ રૂમ કાર્યરત – જિલ્લાથી તાલુકા કક્ષાએ વ્યવસ્થા ઉભી”

જૂનાગઢ, તા.૦૯: જૂનાગઢ જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા નાગરિકોની સુરક્ષા માટે અગત્યનો પગલું ભરવામાં આવ્યું છે. જિલ્લામાં કોઈપણ અઘટિત બનાવ કે આપત્તિ જેવી પરિસ્થિતિ સર્જાય તો તાત્કાલિક અસરકારક કામગીરી માટે જિલ્લા કક્ષાએ તેમજ દરેક તાલુકામાં કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે.

વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવેલી વિગતો અનુસાર, નાગરિકો તાત્કાલિક મદદ માટે નીચે જણાવેલા કંટ્રોલ રૂમના નંબર પર સીધો સંપર્ક કરી શકે છે:

📞 ઇમરજન્સી જિલ્લા કંટ્રોલ રૂમ (ટોલ ફ્રી ૧૦૭૭):
📌 જૂનાગઢ: 0285-2633446 / 2633447 / 2633448

📍 તાલુકા કંટ્રોલ રૂમ નંબર:

  • જૂનાગઢ: 0285-2636595
  • કેશોદ: 02871-236043
  • માંગરોળ: 02878-222009
  • મેંદરડા: 02872-241329
  • માળીયા હાટિના: 02870-222232
  • વંથલી: 02872-222046
  • વિસાવદર: 02873-222056
  • માણાવદર: 02874-221440
  • ભેસાણ: 02873-253426

🔥 ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ (JMC):
📞 0285-2620841 / 2630841
📱 મોબાઇલ: 96247 53333

✨ જનહિતમાં અપીલ:
જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને અનુરોધ કરવામાં આવે છે કે, કોઈપણ અનિચ્છનીય અથવા આપત્તિજનક સ્થિતિ ઊભી થાય ત્યારે ઉપરોક્ત નંબર પર તરત સંપર્ક કરીને મદદ મેળવી શકાય છે. તંત્ર દ્વારા સઘન કામગીરી માટે તમામ કંટ્રોલ રૂમ સતત કાર્યરત રાખવામાં આવ્યા છે.

🖋 અહેવાલ:- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ