જૂનાગઢ જિલ્લામાં તાલુકા કક્ષાએ વિવિધ સ્થળો પર સમર યોગ કેમ્પનું આયોજન

જૂનાગઢ, તા. 16 મે:
જૂનાગઢ જિલ્લાના તમામ તાલુકાઓમાં વિવિધ સ્થળો પર સમર સ્પેશિયલ યોગ કેમ્પનું આયોજન કરવામાં આવશે. રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત આ કેમ્પો ૩૦ મે ૨૦૨૫ સુધી યોજાશે.

માળિયા તાલુકામાં:
સરકારી સ્કૂલ, બસ સ્ટેન્ડ રોડ ખાતે,
સંચાલક દક્ષા ચાવડા (મોબાઇલ: 99042 75445),
સહ સંચાલક વિભા ગાંધી (94286 23550),
સહ સંચાલક કૃપા સાદરીયા (70160 27800) ને સંપર્ક કરી શકાય.

કેશોદ તાલુકામાં:
વી.એસ. પબ્લિક સ્કૂલ, ડી.પી. રોડ,
સંચાલક વર્ષા ડોબરીયા (84014 2949),
સહ સંચાલક સંગીતા કુંભાણી (76989 58169),
સહ સંચાલક મિત્તલ રાબડીયા (82641 46582) ને સંપર્ક કરી શકાય.

મેંદરડા તાલુકામાં:
ખોડિયાર સ્કૂલ, યોગી નગર,
સંચાલક જિજ્ઞાસા વોરા (98242 4013),
સહ સંચાલક નિર્મળા ધોરાજીયા (90997 52840),
સહ સંચાલક રશ્મિતા બોરડ (99044 16542) નો સંપર્ક સાધી શકાય.

આ ઉપરાંત, વધુ માહિતી માટે જિલ્લા કક્ષાના યોગ કો-ઓર્ડિનેટર ચેતના ગજેરાનો સંપર્ક પણ લઈ શકાય છે.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જૂનાગઢ જિલ્લાના તમામ નાગરિકોને આ યોગ કેમ્પોમાં ભાગ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે, જેથી સ્વાસ્થ્ય સુધારવા અને અભિયાન સફળતાપૂર્વક પૂર્ણ થાય.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ