જૂનાગઢ જિલ્લામાં દરેક તાલુકામાં રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત ખેડૂતોની પ્રાકૃતિક કૃષિના મોડલ ફાર્મની મુલાકાત : ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ કરવા માટે પ્રેરિત કરાયા

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને રવિ પાક તથા પ્રાકૃતિક કૃષિ વિશેની વિસ્તૃત માહિતી મળી રહે તેમજ ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુથી રવિ કૃષિ મહોત્સવ ૨૦૨૪ અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં દરેક તાલુકામાં રવિ કૃષિ મહોત્સવનુ આયોજન કરવામાં આવેલ છે. જેમાં જૂનાગઢ જિલ્લાના બહોળી સંખ્યાના ખેડૂત ભાઈઓ અને બહેનોએ રવિ કૃષિ મહોત્સવમાં કૃષિના જુદા જુદા સ્ટોલ તેમજ પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોના અનુભવોનુ આદાન-પ્રદાન કર્યું હતું.


ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ વિશે પ્રત્યક્ષ જ્ઞાન મળી રહે અને પ્રાકૃતિક કૃષિ અપનાવે હેતુથી રવીકૃષી મહોત્સવમાં ઉપસ્થિત રહેલા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના મોડલ ફાર્મની મુલાકાત કરાવવામાં આવી હતી. જેમાં મોડલ ફોર્મ પર ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના જુદા જુદા આયામો ઉપરાંત જીવામૃત, ઘન જીવામૃત તેમજ વિવિધ અસ્ત્રો વગેરે નું પ્રત્યક્ષ નિદર્શન કરી પ્રાકૃતિક કૃષિની માહિતી આપવામાં આવી હતી. આમ, ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)