પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, જૂનાગઢ દ્વારા વાહન માલિકોને પસંદગીના નંબર મેળવવા માટે ખાસ તક આપવામાં આવી છે. GJ-11 સીરીઝ માટે ટૂ-વ્હીલર, ફોર-વ્હીલર અને ટ્રાન્સપોર્ટ વાહનો માટે ઇ-ઓક્શનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
ટૂ-વ્હીલર માટે GJ-11-DA, ફોર વ્હીલર માટે GJ-11-CQ અને ટ્રાન્સપોર્ટ માટે GJ-11-VV સિરિઝના બાકી રહેલા નંબરની હરાજી હાથ ધરાશે.
ઇ-ઓક્શન માટે રજીસ્ટ્રેશન તા. ૨૧ જુલાઈ, ૨૦૨૫ના રોજ sore:૦૦ કલાકે શરૂ થઈ જશે અને ૨૩ જુલાઈના sore:૦૦ કલાકે બંધ થશે. ત્યારબાદ ઇ-ઓક્શન ૨૩ જુલાઈ sore:૦૦ કલાકે શરૂ થઈ ૨૫ જુલાઈ sore:૦૦ કલાકે પૂર્ણ થશે.
ગોલ્ડન નંબર માટે જેમ કે ૧, ૧૧, ૯૯૯, ૧૨૩૪, ૯૯૯૯ જેવા નંબર માટે ટૂ-વ્હીલર માટે ફી ₹૮,૦૦૦ અને ફોર-વ્હીલર/ટ્રાન્સપોર્ટ માટે ₹૪૦,૦૦૦ નક્કી કરવામાં આવી છે.
સિલ્વર નંબર માટે જેમ કે ૨૩૪, ૪૫૬, ૬૭૮, ૮૮૮, ૧૦૦૮, ૨૩૪૫ જેવા નંબર માટે ટૂ-વ્હીલર માટે ₹૩,૫૦૦ અને ફોર-વ્હીલર માટે ₹૧૫,૦૦૦ ફી રહેશે.
અન્ય સામાન્ય નંબરો માટે ટૂ-વ્હીલર માટે ₹૨,૦૦૦ અને ફોર વ્હીલર માટે ₹૮,૦૦૦ ફી નક્કી કરવામાં આવી છે.
પસંદગીના નંબર માટે અરજદારે https://fancy.parivahan.gov.in વેબસાઈટ પર જઇ યુઝર આઈડી અને પાસવર્ડ બનાવીને રજીસ્ટ્રેશન કરાવવું પડશે અને ઇ-ઓક્શન પ્રક્રિયામાં ભાગ લેવા માટે માર્ગદર્શન મુજબની કાર્યવાહી કરવી રહેશે.
અરજી સેલ ઇનવોઇસ અથવા વીમાની તારીખમાંથી જે વહેલી હોય તેના ૭ દિવસની અંદર કરવાની રહેશે. જો ૬૦ દિવસમાં પસંદગીનો નંબર ફાળવવામાં નહીં આવે તો નંબર રેન્ડમ પદ્ધતિથી ફાળવવામાં આવશે. હરાજી જીત્યા બાદ ૫ દિવસમાં ફી જમા કરાવવી ફરજિયાત રહેશે.
અન્ય ચુકવણી સંબંધિત શરતો અને રિફંડની પ્રક્રિયા આરબીઆઈના નક્કી કરેલા નિયમો મુજબ એસબીઆઈ ઇ-પે દ્વારા હાથ ધરાશે.
આ અંગે વધુ માહિતી માટે આર.ટી.ઓ. કચેરી દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ કાર્યવાહી કરવાની રહશે.
અહેવાલ:
નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ