જૂનાગઢ: યુવાનોને ટોચની કંપનીઓમાં કામ કરવાનો અનુભવ મળે અને ભવિષ્યમાં તેમની રોજગારીની તકો વધે તેવા ઉમદા હેતુથી કેન્દ્ર સરકારે પીએમ ઇન્ટર્નશીપ યોજનાનો શુભારંભ કર્યો છે. આ યોજનામાં જોડાયેલા યુવાનોને ૧૨ મહિના સુધી દર મહિને ₹૫,૦૦૦/- સ્ટાઈપેન્ડ આપવામાં આવશે.
🎯 પાત્રતા માપદંડ:
➡️ શૈક્ષણિક લાયકાત: S.S.C./ H.S.C./ I.T.I./ DIPLOMA/ GRADUATE
➡️ ઉંમર મર્યાદા: ૨૧ થી ૨૪ વર્ષ
➡️ નોકરી અથવા શિક્ષણ મેળવતું ન હોવું જોઈએ
➡️ કુટુંબમાંથી કોઈ સરકારી નોકરીમાં ન હોવું જોઈએ
➡️ કુટુંબની વાર્ષિક આવક ₹૮ લાખથી ઓછી હોવી જોઈએ
➡️ રાજ્ય કે કેન્દ્ર સરકારની કોઈ સ્કીમ હેઠળ પૂર્વમાં સ્કિલ કોર્ષ/ એપ્રેન્ટીશીપ/ ઇન્ટર્નશીપ ન કરી હોવી જોઈએ
🖥️ અરજી કરવાની પદ્ધતિ:
✅ અરજી કરવાની છેલ્લી તારીખ: ૩૧ માર્ચ, ૨૦૨૫
✅ વેબસાઈટ: www.pminternship.mca.gov.in
✅ વધુ માહિતી માટે સંપર્ક: જિલ્લા રોજગાર વિનિમય કચેરી, બહુમાળી ભવન, જૂનાગઢ
📞 ટેલિફોન નંબર: ૦૨૮૫-૨૬૨૦૧૩૯
💡 યુવાનો માટે ઉત્તમ તક:
કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલી પીએમ ઇન્ટર્નશીપ યોજના યુવાનો માટે ભવિષ્યના રોજગાર અને વ્યવસાય માટે ઉત્તમ તકો પૂરાં પાડે છે. યોગ્ય પાત્રતા ધરાવતા યુવાઓએ આ યોજના માટે ૩૧ માર્ચ પહેલાં અરજી કરવાની અપીલ કરવામાં આવી છે.
અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ