જૂનાગઢ જિલ્લામાં પી.એમ.ઈન્ટર્નશીપ યોજનામાં અરજી માટે ૧૨ માર્ચ અંતિમ તારીખ!!

📍 જૂનાગઢ, ૦૬ માર્ચ

કേന്ദ്ര સરકારના માર્ગદર્શન હેઠળ પી.એમ. ઈન્ટર્નશીપ યોજના શરૂ કરવામાં આવી છે, જે યુવાનોને ટોચની કંપનીઓમાં કામ કરવાનો અનુભવો આપવાનું મહત્વપૂર્ણ મંચ પૂરુ પાડે છે.

📌 મહત્વપૂર્ણ મુદ્દા:
૧૨ મહિનાની ઈન્ટર્નશીપ માટે માસિક રૂ. ૫૦૦૦/- સ્ટાઈપેન્ડ મળશે.
ઉમેદવારો માટે વયસીમા: ૨૧ થી ૨૪ વર્ષ.
શૈક્ષણિક લાયકાત:

  • SSC / HSC / ITI / ડિપ્લોમા / ગ્રેજ્યુએટ (બધા પ્રવાહો).
    જરૂરી શરતો:
  • હાલમાં કોઈ સંપૂર્ણ સમયની નોકરી કે શિક્ષણમાં જોડાયેલા ન હોવા જોઈએ.
  • કુટુંબમાં કોઈ સરકારી નોકરીમાં ન હોવું જોઈએ.
  • વર્ષ ૨૦૨૩-૨૪ માટે કુટુંબની વાર્ષિક આવક રૂ. ૮ લાખથી ઓછી હોવી જોઈએ.
  • આગળ કોઈ સ્કિલ કોર્ષ / એપ્રેન્ટીશીપ / ઈન્ટર્નશીપ કરેલી ન હોવી જોઈએ.

📅 અરજી કરવાની અંતિમ તારીખ: ૧૨ માર્ચ ૨૦૨૫
🌐 વેબસાઈટ: www.pminternship.mca.gov.in
📞 વધુ માહિતી માટે સંપર્ક:

  • જિલ્લા રોજગાર વિનિમય કચેરી, બહુમાળી ભવન, જૂનાગઢ
  • લેન્ડલાઈન: ૦૨૮૫-૨૬૨૦૧૩૯

🎤 અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ