જૂનાગઢ
જૂનાગઢ જિલ્લો વિશાળ દરિયાકિનારો ધરાવે છે. મોટા પ્રમાણમાં માછીમારી માટે બોટો દરિયામાં જાય છે. બોટ-વહાણ સાથે જતા લોકોની સલામતી- સુરક્ષા માટે તકેદારીના પગલા સંદર્ભે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન.એફ.ચૌધરી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે
આ જાહેરનામા મુજબ જૂનાગઢ જિલ્લાના વહાણ-બોટ માલિકોને જ્યારે પોતાનું વહાણ-બોટ માછીમારી માટે દરિયામાં જાય તેમજ વાતાવરણીય કારણોસર, ચાંચિયાઓ દ્વારા અપહરણ થવાના કારણ કે કોઈ અન્ય પણ કારણોસર વહાંણ-બોટ ગુમ થાય કે સંપર્ક નિશ્ચિત સમયગાળા બાદ ન થતો હોય તો તે બાબતની જાણ પત્રકની વિગતો સહિતની સંબંધિત તમામ સરકારી એજન્સીઓને જાણ કરવી ફરજીયાત છે.
જેમાં વહાણ-બોટનું નામ તથા નંબર, વહાણ-બોટ માલિકનું નામ, સરનામું, સંપર્ક નંબર, વહાણ-બોટમાં રવાના થયેલ ખલાસીઓના નામ તથા સરનામાની વિગત, વહાણ-બોટ રવાના થયાની તારીખ, સમય તથા સ્થળ, વહાણ બોટ પરત આવવાની સંભવિત તારીખ, અન્ય જરૂરી વિગતો સાથે જાણ કરવાની રહેશે. આ જાહેરનામુ તાત્કાલિક અસરથી ૨૮-૦૭-૨૦૨૪ સુધી અમલમાં રહેશે.
અહેવાલ – નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)