જૂનાગઢ જિલ્‍લામાં ભવનાથ વિસ્તારમાં ૧૪ જુલાઇ સુધી હથિયાર બંધી.

જૂનાગઢ

જૂનાગઢ જિલ્‍લામાં ગીરનાર પર્વત ઉપર પાંચમી ટુંક ખાતે તા.૧૩ જુલાઈના રોજ યોજાનાર ભગવાન નેમીનાથ મોક્ષ કલ્યાણ દિવસ અંતર્ગત ભવનાથ વિસ્તારમાં અને આસપાસના તમામ શિખરોમાં પ્રવર્તમાન સ્‍થિતી સંદર્ભે કાયદો વ્‍યવસ્‍થા અને જાહેર સુલેહ શાંતી જાળવવા સારૂ તેમજ કોઇ અનિચ્‍છનીય બનાવ ના બને તે માટે પ્રાંત અધિકારી અને સબડીવીઝનલ મેજીસ્ટ્રેટ શ્રી ચરણસિંહ ગોહિલ દ્વારા સત્તાની રૂએ એક આદેશ જારી કરી હથિયારબંધી તેમજ સુલેહ શાતિનો આદેશ જારી કર્યો છે.

જે અંતર્ગત કોઇપણ ઇસમે સુલેહ શાંતિનો ભંગ થાય તેવુ કૃત્ય કરવું નહી. કોઇ પણ ધર્મના લોકોની ધાર્મિક લાગણી દુભાઇ તેવુ કૃત્ય કરવું નહી, ધાર્મિક એકતાને વિઘીતક હોઇ તેવા કોઇ કથનો કરવા નહીં કે ભાષણો કે સુત્રોચ્ચાર કરવા નહી. ધાર્મિક લાગણી દુભાઇ તેવા પરંપરાઓ કે રીતિરિવાજો અમલી કરવા નહી, લાઉડ સ્પીકર વગાડવા નહી, ઘાતક હથિયારો લઇ જવા નહી. કોઇ પણ કોમ,ધર્મના લોકોને શીરીરિક, માનસિક ક્ષતિ પહોચે તેવુ કૃત્ય કરવું નહી. આ જાહેરનામું તાત્કાલીક અસરથી ૧૪ જુલાઇ મધ્યરાત્રી સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનારને ભારતીય ન્યાય સંહિતા-૨૨૩ મુજબ શિક્ષાને ઠરશે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)