જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદને કારણે ઘેડ વિસ્તારમાં ખેતરોનાં પાળા મરામત અંગે પાણી ઓસર્યા બાદ કામગીરી હાથ ધરાશે.

જૂનાગઢ

જૂનાગઢ જિલ્લામાં ચાલુ વર્ષે ભારે વરસાદના કારણે ૩૦/૬/૨૦૨૪ થી ૧/૭/૨૦૨૪ સુધીમાં ઓઝત નદીમાં ભારે પુર આવવાથી કેશોદ તાલુકાના બામણાસા ગામે-૨, બાલાગામ ગામે-૩, કોયલાણા ગામે-૧૧, મટીયાણા ગામે-૮,ઇન્દ્રાણા ગામે-૩, પાદરડી ગામે-૧,માંગરોળ તાલુકાના કુલ-૨૫, એમ કુલ મળીને કેશોદ માંગરોળ અને માણાવદર તાલુકાના કુલ ૫૩ જગ્યાએ પાળા તૂટવા પામેલ હતા. ત્યારબાદ વરસાદ ઓછો થતાં માટીની ઉપલબ્ધિ થતા રસ્તાની અવર-જવર શરુ થતા સિંચાઈ યાંત્રિક વિભાગની મશીનરી દ્વારા બાલાગામ ખાતે ત્રણ, બામણાસા ગામે એક અને પાદરડી ગામે એક પાળાઓની મરામત કરેલી હતી. ત્યારબાદ ફરીથી ૧૯ જુલાઈ થી ૨૪ જુલાઈ સુધી ભારે વરસાદના કારણે ઓઝત નદીમાં પૂર આવવાથી બામણાસા ગામે વધારાના ૬-પાળા તથા બાલાગામ ગામે વધારાના ૨-પાળા તૂટવા પામેલ હતા. જેને લઇને સિંચાઈ વિભાગ દ્વારા ગામના તળાવમાંથી માટી ઉપલબ્ધ ન હોય જે ધ્યાને લઈને તેમજ ખેતરોમાં ભારે વાહન ચાલી શકે તેવી સ્થિતિને ધ્યાને લઈ બામણાસા થી ૧૩ કિલોમિટર દુર આવેલ પંચાળા ગામના તળાવમાંથી માટી લઈને આ પાળાઓ બાંધવા માટે સ્થાનિક ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમની રજૂઆત મૂજબ ચિંચાઈ વિભાગની મશીનરી ફાળવેલ હતી.

જેને લઇને સિંચાઈ યાંત્રિક વિભાગ દ્વારા પંચાળા ગામનાં તળાવ માં વાહન ચલાવવામાં ખાલી જગ્યા ઓછી હોવાને ધ્યાને લઈને એક હિટાચી તથા પાંચ ડમ્પર ફાળવેલ હતા. અને બામણાસા ગામેના ખાતેદાર શ્રી ખીમાણાભાઈ કરંગીયાના ખેતરના કાઠે પાળા મરામત કરવા માટે ૨૨મી ઓગસ્ટના રોજ પાંચ ડમ્પર સાઈડ પર મોકલેલ હતા પરંતુ રસ્તાઓનો યોગ્ય વિકલ્પ ન હોવાથી આ પાંચેય ડમ્પર ખેતરમાં રસ્તા તરીકે નાખવામાં આવેલ હતા આમ છતાં ભારે વાહન જઈ શકે તેવી સ્થિતિ ના જણાતા ૨૩ અને ૨૪ ઓગસ્ટના રોજ બામણાસા ગામના અન્ય સર્વે નંબર પર પાળા તૂટેલ હતા ત્યાં બંને દિવસથી કુલ ૩૩ ડમ્પર નાખવામાં આવેલ હતા. અને ધારાસભ્યશ્રીની ટેલીફોનિક રજૂઆતથી ખીમાનંદભાઈના ખેતર પાસે આવેલો પાળો મરામત માટે તા.૨૪ ઓગસ્ટના રોજ ફરીથી કામ શરૂ કરવા બે ડમ્પર મોકલેલા હતા પરંતુ ફરીથી ખેતરમાં ચાલી શકે તેવી સ્થિતિ બરાબર ઊભી નાં થતા આ કામગીરી હાથ ધરાઈ શકે તેમ ન હતી. ત્યારબાદ વરસાદના કારણે આ કામગીરી બંધ રહેવા પામેલ હતી. ત્યારબાદ ઓઝત નદીમાં ભારે પુર આવતા આ નાખેલ માટીનું ધોવાણ થવા પામેલ હતું. હાલ પંચાળા ગામે હિટાચી તથા ડમ્પરો સાઇટ પર હયાત છે. ખેતરોમાં વાહન ચાલી શકે તેવી સ્થિતિ થતા ફરીથીએ કામગીરી શરૂ કરવામાં આવશે. અને તમામ પાળાઓ મરામત કરવાની કામગીરી વહેલી તકે ચાલુ કરવાની થશે તેમ કાર્યપાલક ઇજનેર શ્રી જૂનાગઢ સિંચાઈ વિભાગની યાદીમાં જણાવાયું છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)