જૂનાગઢ જિલ્લામાં મકાન,ઔદ્યોગિક એકમ, ઓફિસ, દુકાન ,ગોડાઉન જાણ કર્યા સિવાય કોઈને ભાડે આપી શકાશે નહીં

જૂનાગઢ

જૂનાગઢ જિલ્લામાં કોઈ પણ મકાન, ઔદ્યોગિક એકમ, ઓફિસ, દુકાન, ગોડાઉન, કોલ્ડસ્ટોરેજના માલિક સંબંધિત પોલીસ સ્ટેશન ખાતે જાણ કર્યા સિવાય કોઈને મકાન ભાડે આપે શકાશે નહીં એ માટેનું જૂનાગઢ જિલ્લા અધિક કલેક્ટરશ્રી દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે
જૂનાગઢ જિલ્લામાં આવેલા ઔદ્યોગિક એકમોમાં પરપ્રાંતના માણસો કામધંધા અર્થે આવે છે. આવા સંજોગોમાં ત્રાસવાદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલ કોઈ વ્યક્તિ સ્થાનીકે ભાડેથી મકાન કે અન્ય એકમ લઈ સ્થાનિક માણસો સાથે ભળી જઈ બદ ઈરાદો પાર ન પાડે તે માટે જાહેર જનતાની સલામતી તથા સુરક્ષા માટે તકેદારીની પગલા આવશ્યક જણાય છે. જે અન્વયે જૂનાગઢ જિલ્લા અધિક કલેક્ટર શ્રી એન.એફ.ચૌધરી દ્વારા તેમને મળેલ સત્તાની રૂ એ એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

આ જાહેરનામાં મુજબ જૂનાગઢ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કોઈ મકાન માલિક અગર તો આ માટે આવા મકાન માલિકે ખાસ સત્તા આપેલ વ્યક્તિ જ્યારે મકાન,ઔદ્યોગિક એકમ, ઓફિસ, દુકાન, ગોડાઉન, કોલ્ડસ્ટોરેજ ભાડે આપે ત્યારે સંબંધિત પોલીસ સ્ટેશનને જાણ કર્યા સિવાય કોઈ વ્યક્તિને ભાડેથી આપી શકશે નહીં. ભાડે આપેલ મકાન કે અન્ય એકમની વિગત ભાડુઆત અને સંબંધિત દલાલ કે જેઓએ ભાડુઆત અને સંબંધિત દલાલ કે જેઓએ ભાડુઆતની આળખાણ આપેલ હોય તે અંગેની જરૂરી માહિતી નજીકના પોલીસ સ્ટેશન ખાતે આપવાની રહેશે.
આ જાહેરનામાનો તાત્કાલિક અસરથી તા.૧૬/૦૮/૨૦૨૪ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાના ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર ઠરશે

અહેવાલ:- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)