જૂનાગઢ જિલ્લામાં મુસાફરોની ઓનલાઈન નોંધણી ફરજિયાત, નિયમનો ભંગ કરનારે થશે કાયદેસર કાર્યવાહી.

  • જાહેર સલામતી અને કાયદો વ્યવસ્થાના હેતુથી જૂનાગઢ જિલ્લા કલેક્ટર દ્વારા મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

  • જિલ્લામાં આવેલ હોટલ, ધાબા, આશ્રમો, મંદિર, મસ્જિદ, રિસોર્ટ સહિત તમામ રહેવા માટેની જગ્યાઓએ રોકાણ કરનાર યાત્રાળુઓની ઓનલાઈન નોંધણી ફરજિયાત કરી દેવામાં આવી

  • તમામ સ્થળોએ આવનાર રાજ્ય, દેશ અને વિદેશથી આવેલા યાત્રાળુઓની વિગતો www.indianfrro.gov.in/frro વેબસાઈટ પર Form C માં એન્ટ્રી કરવી પડશે

  • નોંધણી બાદ મળેલી માહિતીની પ્રિન્ટ કઢાવી સંચાલકે સહી-સિક્કા સાથે એક નકલ પોતાના રેકર્ડમાં રાખવી અને બીજી નકલ ઝાંઝરડા રોડ સ્થિત SOG કચેરીમાં મોકલવી

  • દરેક સ્થાને મુસાફરોના સચોટ પુરાવા લેવાનાં રહેશે, અજાણ્યા લોકોના પ્રવાસનો હેતુ પણ ખાસ નોંધવો ફરજિયાત

  • તમામ હોટલો અને સંસ્થાઓએ સી.સી.ટી.વી. કેમેરાના ત્રણ માસના બેકઅપ સહિત યાત્રાળુઓના સ્થળાંતરની વિગતો મેન્યુઅલ રજીસ્ટરમાં પણ રાખવી ફરજિયાત

  • સ્કૂલ-કોલેજોમાં વિદેશી વિદ્યાર્થી કે ફેકલ્ટી આવે તો www.indianfrro.gov.in/frro/Form A પર એન્ટ્રી કરવી પડશે

  • તમામ રજીસ્ટર અને ડેટા તાત્કાલિક તપાસ માટે તંત્રને આપવા ફરજિયાત રહેશે

  • માહિતીની નોંધણી સાથે https://pathik.guru પોર્ટલ પર પણ એન્ટ્રી કરવી ફરજિયાત

  • કોઇપણ શંકાસ્પદ વ્યક્તિની હિલચાલની જાણ SOG શાખા, સ્થાનિક પોલીસ સ્ટેશન અથવા કંટ્રોલ રૂમમાં તાત્કાલિક કરવાની રહેશે

  • ઓનલાઈન એન્ટ્રીમાં તકલીફ પડે તો એલઆઈબી શાખા, પોલીસ અધિક્ષક કચેરી, જુનાગઢનો સંપર્ક કરવા જણાવાયું

  • આ જાહેરનામું ૬ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધી અમલમાં રહેશે, ઉલ્લંઘન કરનાર સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે

અહેવાલ:
નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ