જૂનાગઢ જિલ્લામાં રોગોને અટકાવવા આરોગ્યતંત્ર કટિબદ્ધ.

જૂનાગઢ

જૂનાગઢ જિલ્લામાં વિવિધ વિભાગો દ્વારા ભારે વરસાદના વિરામ બાદ જરૂરી જગ્યાએ સાફ-સફાઈ, રોડ-રસ્તા રિપેર સહિત આરોગ્ય વિભાગ દ્વારા દવા છંટકાવની કામગીરી હાથ ધરાઇ રહી છે. ત્યારે જૂનાગઢ જિલ્લાના વિવિધ ગામોમાં જઈને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા નાગરિકોની આરોગ્યની તપાસ પણ કરવામાં આવી છે. લોકોને કોઈ પણ જાતની બીમારી કે ગામોમાં મચ્છરના ઉપદ્રવ્યો ન ફેલાય એના માટે આરોગ્ય વિભાગ દ્વારા આ કામગીરી કરવામાં આવી છે. જેમાં દવા છંટકાવ કામગીરી, બી.પી., ડાયાબિટીશ તપાસ, ક્લોરિન ગોળી વિતરણ અને પીવાના પાણીનું કલોરીનેશન કામગીરી હાથ ધરાઈ છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)