જૂનાગઢ જિલ્લામાં વાહનોમાં નંબર પ્લેટ ફીટમેન્ટ કરવા અર્થે SIAM ના કોમન પોર્ટલ HSRP બુકીંગ સુવિધા ઉપલબ્ધ

વાહન માલિકો SIAM દ્વારા વેબસાઈટ પર નોંધણી કરાવી HSRP બુકીંગ કરી શકશે

જૂનાગઢ તા.૧૦ જૂનાગઢ જિલ્લામાં વાહનોમાં High Security Registration Plate (HSRP) ફીટમેન્ટ અર્થે Society of Indian Automobile Manufacturer (SIAM)ના કોમન પોર્ટલ પર સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.જે માટે વાહન માલિક દ્વારા સૌપ્રથમ www.slam.in વેબસાઈટ પર જવાનું રહેશે. બાદમાં વેબ સાઈટ Home Page પર “Book HSRP નાં ટેબ પર ક્લિક કરવું, ત્યારબાદ અરજદારને તેઓનું નામ, મોબાઈલ નંબર, રાજ્યનું નામ, વાહન નંબર, ઈ-મેઈલ વિગેરે વિગતો ભરી સબમિટ ટેબ પર ક્લિક કરવાનું રહેશે.


સબમિટ ટેબ પર ક્લિક કર્યા બાદ નવું પેજ ખુલશે. જેમાં અરજદારે તેઓના વ્હીકલ ટાઇપ (2 Wheeler, 3 Wheeler, Auto Rickshaw, Bus વિગેરે) સિલેક્ટ કરવાનો રહેશે. વ્હીકલ ટાઇપ સિલેક્ટ કર્યા બાદ જે તે પેજ પર અરજદાર પાસે પોતાના વાહનના ઉત્પાદકને સિલેક્ટ કરવાનું ઓપ્શન આવશે. જે તે ઉત્પાદક દ્વારા અધિકૃત કરવામાં આવેલા HSRP OEM નાં પોર્ટલ તથા Re-Direct કરવામાં આવશે. અરજદારે સબંધિત HSRP OEM નાં પોર્ટલ પરથી વિગતો ભરી જરૂરી ફી ભરી HSRP નો ઓર્ડર બુક કરી શકાશે. ત્યારબાદ એપોઇનમેન્ટ મેળવી HSRP ફીટમેન્ટની પ્રક્રિયા પૂર્ણ કરી શકાશે.


અત્રે નોંધનીય છે કે, કેટલાંક કિસ્સામાં જ્યારે વાહનના ઉત્પાદક દ્વારા જે તે વાહનનું ઉત્પાદન બંધ કરવામાં આવ્યું હોય તેવા વાહનો જેમાં HSRP નું ફીટમેન્ટ ક્યાં કરાવવું તે બાબતે મૂંઝવણ રહેતી હોય છે. આ પ્રકારના કિસ્સામાં પણ અરજદાર SIAM નાં આ કોમન પોર્ટલનો ઉપયોગ કરી HSRP ફીટમેન્ટની કાર્યવાહી કરી શકે છે તેમ પ્રાદેશિક વાહન વાહન વ્યવહાર અધિકારીશ્રી જૂનાગઢની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)