જૂનાગઢ: જૂનાગઢ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા ટુ-વ્હીલર, ફોર-વ્હીલર અને ટ્રાન્સપોર્ટ વાહન માટે નવી નંબર સિરિઝ લોન્ચ કરવામાં આવી રહી છે. ટુ-વ્હીલર માટે નવી સિરીઝ GJ-11-DA, ફોર-વ્હીલર માટે GJ-11-CQ અને ટ્રાન્સપોર્ટ વાહનો માટે GJ-11-VV સિરિઝ માટે પસંદગીના નંબર મેળવવા ઈ-ઓકશન યોજાશે.
આ ઈ-ઓકશનમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન ૯ જૂન ૨૦૨૫ ના રોજ સાંજ ૪ વાગ્યે શરૂ થશે અને ૧૧ જૂન સાંજ ૪ વાગ્યે બંધ થશે. હરાજી ૧૧ જૂન સાંજ ૪ વાગ્યે શરૂ થઈ ૧૩ જૂન સાંજ ૪ વાગ્યે પૂર્ણ થશે.
પસંદગીના નંબર માટે ગોલ્ડન સિરિઝમાં ૧, ૫, ૭, ૯, ૧૧, ૯૯, ૧૧૧, ૩૩૩, ૫૫૫, ૭૭૭, ૭૮૬, ૯૯૯, ૧૧૧૧, ૧૨૩૪, ૨૨૨૨, ૩૩૩૩, ૪૪૪૪, ૫૫૫૫, ૭૭૭૭, ૮૮૮૮, ૯૦૦૦, ૯૦૦૯, ૯૦૯૦, ૯૦૯૯, ૯૯૦૯, ૯૯૯૦ અને ૯૯૯૯ જેવા ખાસ નંબર સમાવિષ્ટ છે. આ માટે ફી રૂ. ૮૦૦૦ રહેશે. ફોર વ્હીલર અને ટ્રાન્સપોર્ટ વાહનો માટે ગોલ્ડન સિરિઝની ફી રૂ. ૪૦,૦૦૦ છે.
સિલ્વર સિરિઝમાં અલગ અલગ વિશિષ્ટ નંબર છે જેમ કે ૨, ૩, ૪, ૮, ૧૦, ૧૮, ૨૭, ૩૬, ૪૫, ૫૪, ૬૩, ૭૨, ૮૧, ૯૦ અને વધુ. તેની ફી રૂ. ૩૫૦૦ રહેશે અને ફોર વ્હીલર-ટ્રાન્સપોર્ટ માટે રૂ. ૧૫,૦૦૦ રહેશે.
આ સિવાય અન્ય નંબર માટેની ફી રૂ. ૨૦૦૦ અને ફોર વ્હીલર-ટ્રાન્સપોર્ટ માટે રૂ. ૮૦૦૦ રહેશે.
આ હરાજીમાં ભાગ લેવા માટે વાહન માલિકોએ https://fancy.parivahan.gov.in વેબસાઈટ પર જઈને નોંધણી, યુઝર આઈડી અને પાસવર્ડ તૈયાર કરવો જરૂરી છે.
અરજી સેલ ઇન વોઇસ અથવા વીમા તારીખ મુજબ સાત દિવસની અંદર કરવી રહેશે. અરજી તારીખથી ૬૦ દિવસ સુધી તે માન્ય રહેશે. જો આ સમયગાળામાં પસંદગીના નંબર મળ્યાં નહીં તો ૬૦મા દિવસે રેન્ડમ પદ્ધતિથી નંબર ફાળવાશે, જેના વિરોધમાં કોઈ વાંધો નહીં લેવાશે.
બીડની રકમ ૫ દિવસમાં જમા કરાવવી ફરજિયાત છે, નહીંતર રકમ જપ્ત કરી ફરીથી હરાજી કરવામાં આવશે.
ચૂકવણીમાં નેટ બેંકિંગ, ક્રેડિટ/ડેબિટ કાર્ડથી ચૂકવણી શક્ય છે અને રિફંડ પણ આ જ માધ્યમથી થશે.
આ માહિતી જૂનાગઢ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી દ્વારા આપવામાં આવી છે.
અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જુનાગઢ