જૂનાગઢ જિલ્લામાં વિદેશી નાગરીકો, વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓની ઓનલાઈન નોંધણી કરવી ફરજિયાત.

જૂનાગઢ

હોટેલ, ગેસ્ટહાઉસ, ઘાબા, આશ્રમો, મંદિરો, મસ્જિદ, અતિથીગૃહ, વિશ્રામગૃહ, સમાજની વાડીઓ, લોજ, બોર્ડિંગ, ધર્મશાળા, મુસાફરખાના, યાત્રાળુંઓ માટે રહેવાની સુવિધા ધરાવતા યાત્રાળુ નિવાસો, ફાર્મહાઉસ, તથા રિસોર્ટ, પી.જી. સ્કુલો-કોલેજો, યુનિવર્સિટી અને હોસ્પિટલોમાં વિદેશી નાગરીકો જુદા-જુદા કારણસર આવી આ સ્થળોએ થોડો સમય રોકાણ કરી પરત જતા રહેતા હોઇ છે. તેઓએ ક્યાં ક્યાં સ્થળે જઇ ક્યાં રોકાણ કરેલ છે તેમજ તેમની મુલાકાતનુ સાચુ કારણ જાણી શકાય તેવી સચોટ તેમજ અસરકારક વ્યવસ્થા હાલમાં ઉપલબ્ધ નથી. વધુમાં આ તમામ સ્થળોએ તેઓની વિગત લાંબા સમય સુધી રાખવામાં આવતી નથી. સમાન પ્રકારે વિદેશી નાગરીકો આવા સ્થળોએ રોકાણ કરી જિલ્લા- રાજ્યની હોસ્પિટલોમાં તબીબી સારવાર લેતા હોઇ છે. તેમજ જુદી-જુદી કોલેજો અને યુનિવર્સિટીમાં પણ વિદેશી વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી અભ્યાસ કરતા હોઇ છે. આ બાબતનો લાભ કોઇ પણ આતંકવાદી કે રાષ્ટ્રદ્રોહી પ્રવૃતિમાં સંકળાયેલ તત્વો લઇ શકે તેમ છે. આતંકવાદી કે રાષ્ટ્રવિરોધી તત્વો દેશમા સંવેદનશીલ જગ્યાઓનો સર્વે કરી માહિતી લઇ દેશવિરોધી પ્રવૃતીઓમાં ઉપયોગ કરી શકે તેવી શક્યતા નકારી શકાય નહી. જેથી વિદેશી નાગરીકો ક્યાં કારણથી ભારત આવી ક્યાં ક્યાં સ્થળોએ મુલાકાત લીધેલ, રોકાણની વિગતો, ક્યાથી પરત ગયા, મુલાકાતનું સાચુ કારણ વગેરે વિગતો મેળવી શકાય તેમજ ગતીવિધી ઉપર નજર રાખી શકાય તે માટે ભારત સરકાસ દ્વારા આઇ.વી.એફ.આર.ટી.”(ઇમિગ્રેશન, વિઝા અને ફોરેનર્સ રજીસ્ટ્રેશન તથા ટ્રેકિંગ) પ્રોજેક્ટ શરૂ કરવામાં આવેલ છે. આ પ્રોજેક્ટને દરેક દેશની એસમ્બલીઓ સાથે જોડી વિદેશી નાદરીકોની તમામ કાર્યવાહી સરકારશ્રી દ્વારા ઓનલાઇન કાર્યરત કરવામાં આવેલ છે. જેથી ઉક્ત સ્થળો ઉપર અમુક નિયંત્રણો મુકવા જરૂરી હોવાથી જૂનાગઢ જિલ્લા વિસ્તારમાં ઉપરોક્ત સ્થળોએ વિદેશી નાગરીકો, વિદ્યાર્થીઓ કે, મુલાકાતી આવે ત્યારે આ પ્રોજેક્ટ હેઠળ ઓનલાઇન જોઇ શકાય તે માટે www.indianfrro.gov.in/frro વેબસાઇટ પર જરૂરી નોંધણી કરવા તથા આનુસંગિક સૂચનાઓની અમલવારી માટે અધિક નિવાસી કલેક્ટર શ્રી એન.એફ.ચૌધરીએ જાહેરનામુ બહાર પાડ્યું છે.

જાહેરનામા મુજબ આઇ.વી.એફ.આર.ટી. “(ઇમીગ્રેશન, વિઝા અને ફોરેનર્સ રજીસ્ટ્રેશન તથા ટ્રેકીંગ) પ્રોજેક્ટ હેઠળ હોટેલ, ગેસ્ટ હાઉસ, ધાબા, આશ્રમો, મંદિરો, મસ્જિદ, અતિથી ગૃહ, વિશ્રામ ગૃહ, સમાજની વાડીઓ, લોજ, બોર્ડિંગ, ધર્મશાળાઓ, મુસાફરખાનાઓ, યાત્રાળુ માટે રહેવાની સુવિધા ધરાવતા નિવાસો, ફાર્મ હાઉસ તથા રિસોર્ટ, પીજી સ્કુલો-કોલેજો, યુનિવર્સિટી અને હોસ્પિટલોના સંચાલક/ માલિક પ્રથમ www.indianfrro.gov.in/frro વેબસાઇટ ઉપર રજીસ્ટર થયા તેનો યુજર આઇડી પાસવર્ડ જે તે સંસ્થા/માલિક તેમની પાસે રેકર્ડમાં રાખવાનું રહેશે તથા તેઓ રજીસ્ટર થયા તે અંગેની જાણકારી એસ.ઓ.જી. ઓફિસ, ઝાંઝરડા રોડ ખાતે મોકલી આપનાની રહેશે. જ્યારે જ્યારે વિદેશી નાગરીકો ઉક્ત સ્થળોએ આવે ત્યારે સંબંધિત સંસ્થા/સંચાલક દ્વારા www.indianfrro.gov.in/Form C વાબસાઇટ પર જે તે સંસ્થા માલિક દ્વારા તેમની સંસ્થાને અગાઉ રજીસ્ટર કરવામાં આવેલ છે. તે યુજર આઇડી અને પાસવર્ડથી લોગઓન થઇ ફોર્મ-સી માં જે તે વિદેશી નાગરીકની તમામ સાચી વિગતો ભરી, ફોટો તેમજ અન્ય દસ્તાવેજ અપલોડ કરી માહિતી સેવ કરી તેની પ્રિંટઆઉટ કઢાવી અને તેમાં જરૂરી જે તે સંસ્થા/માલિકના સહી સિક્કા કરી જે તે રેકર્ડમાં એક નકલ રાખવી અને ઓ.સી.જી. કચેરી, ઝાઝરડા રોડ જૂનાગઢ ખાતે માકલી આપવાની રહેશે.

જૂનાગઝ જિલ્લામાં આવેલ તમામ સ્કૂલો/કોલેજો, યુનિવર્સિટીઓમાં જ્યારે વિદેશી વિદ્યાર્થીઓ કે ફેકલ્ટી આવે ત્યારે સંબંધીત સંસ્થા/સંચાલકો દ્વારા www.indianfrro.gov.in/frro/Form A વેબસાઇટ ઉપર જે તે સંસ્થા/માલિક દ્વારા તેમની સંસ્થાને અગાઉ રજીસ્ટર કરવામાં આવેલ છે. તે યુજરઆઇડી અને પાસવર્ડથી લોગઓન થઇ ફોર્મ-એ માં જે તે વિદેશી વિદ્યાર્થીઓની તમામ સાચી વિગતો ભરી, ફોટો તેમજ અન્ય દસ્તાવેજ અપલોડ કરી, માહિતી સેવ કરી તેની પ્રિંટઆઉટ કઢાવી અને તેમાં જરૂરી જે તે સંસ્થા માલિકના સહિ સિક્કા કરી, જે તે સંસ્થાને રેકર્ડમાં એક નકલ રાખવી અને એક નકલ ઓ.સી.જી. કચેરા ઝાંઝરડા રોડ જૂનાગઢ ખાતે મોકલી આપવાની રહેશે. અજાણ્યા વિદેશી વિજીટર્સનું બુકિંગ કરાવનાર વ્યક્તિ, કંપની, સંસ્થા કે વેપારી પેઢી વગેરેના પુરા નામ સરનામાં ટેલિફોન નંબર સહીતના નક્કર અધિકૃત પુરાવા મેળવવાના રહેશે. વિદેશી મુસાફરો જે વાહનમાં આવેલ હોય તે વાહનનો પ્રકાર-મેન્યુફેકચર કંપનીનુ નામ, ટુ વ્હિલ- ફોર વ્હિલ રજીસ્ટર નંબરની નોંધ મેન્યુઅલ ગેસ્ટ રજીસ્ટરમા નોંધવાના રહેશે.

હોટલમાં આવનાર વિદેશી મુસાફરની શંકાસ્પદ હીલચાલ જણાયેથી તાત્કાલિક એસ.ઓ.જી. શાખાના ટેલિફોન નં. ૦૨૮૫-૨૬૩૫૧૦૧ તથા મો.૭૫૭૫૦૬૧૧૦૧ અથવા સ્થાનિક પોલીસ અથવા તો પોલીસ કન્ટ્રોલ રૂમ, જૂનાગઢના ટેલિફોન નં.૦૨૮૫-૨૬૩૦૬૦૩ તથા મો.૯૫૧૨૨૧૧૧૦૦ પર જાણ કરવાની રહેશે. આ જાહેરનામુ તાત્કાલિક અસરથી તા.૩૧-૧૦-૨૦૨૪ સુધી અમલમાં રહેશે અને તેનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)