જૂનાગઢ જિલ્લામાં વિદેશી નાગરીકો, વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓની ઓનલાઈન નોંધણી ફરજિયાત

જૂનાગઢ, તા. ૧૨:
જૂનાગઢ જિલ્લામાં વિદેશી નાગરીકો, વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓને યોગ્ય રીતે ટ્રેક કરવા માટે, અધિક નિવાસી કલેક્ટર દ્વારા આઈ.વી.એફ.આર.ટી. (ઇમિગ્રેશન, વિઝા અને ફોરેનર્સ રજીસ્ટ્રેશન અને ટ્રેકિંગ) પ્રોજેક્ટ હેઠળ નવી બાબતો અમલમાં મૂકવામાં આવી છે. આ નવા નિયમો મુજબ, જો વિદેશી નાગરિકો, વિદ્યાર્થીઓ, અથવા યાત્રાળુઓ, જેમ કે હોટલ, ગેસ્ટહાઉસ, આકર્ષણ સ્થળો, તથા શિક્ષણ અને આરોગ્ય સેક્ટર સાથે જોડાયેલા સંસ્થાઓમાં રોકાઈ રહ્યા હોય, તો તેમની ઑનલાઇન નોંધણી કરવી ફરજિયાત બની છે.

હોટલ, ગેસ્ટ હાઉસ, ફાર્મહાઉસ અને અન્ય સંસ્થાઓ માટે:
હોટલ, ગેસ્ટ હાઉસ, આશ્રમો, મંદિરો, મસ્જિદો, અને અન્ય યાત્રાળુ નિવાસો જ્યાં વિદેશી નાગરિકો રહેતા હોય, તે સંસ્થાઓએ www.indianfrro.gov.in/frro વેબસાઇટ પર ઑનલાઇન રજીસ્ટ્રેશન કરવું પડશે. ઉપરાંત, તે સંસ્થાઓએ ફોર્મ-સી ભરવો પડશે, જેમાં વિદેશી નાગરિકની વિગતો, ફોટોગ્રાફ, અને દસ્તાવેજ અપલોડ કરવાની રહેશે. આ માહિતી જાહેર નમૂનામાં પૂરી પાડવી પડશે અને ઓ.સી.જી. કચેરીને મોકલવા પડશે.

વિદેશી વિદ્યાર્થીઓ માટે:
વિદેશી વિદ્યાર્થીઓ કે ફેકલ્ટી જ્યારે સ્કૂલો, કોલેજો, અને યુનિવર્સિટીઓમાં અભ્યાસ માટે આવે ત્યારે તે સંસ્થાઓએ ફોર્મ-એ જમા કરાવવું પડશે. આમાં વિદ્યાર્થીઓના નામ, સરનામું, ફોટો અને તેમના અભ્યાસ સાથે સંકળાયેલા તમામ દસ્તાવેજો અનિવાર્ય રીતે આપવા પડશે.

વિદેશી પ્રવાસીઓ માટે:
જેમણે વિદેશી મુલાકાતીઓ માટે બુકિંગ કરાવવાનું છે, તેમના પાસેથી પુરા નામ, સરનામું, અને અધિકૃત પુરાવા મેળવવા પડશે. તેમ છતાં, જો વિદેશી મુસાફરોના હિલચાલ પર શંકા થાય, તો એસ.ઓ.જી. અથવા સ્થાનિક પોલીસને તરત જાણ કરવાની રહેશે.

આ નિયમો ૬/૦૭/૨૦૨૫ સુધી અમલમાં રહેશે. જો આ નિયમોનું પાલન ન કરવામાં આવે તો, BNS, 2023ની કલમ 223 મુજબ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.

અહેવાલ: નરેન્દ્ર દવે સાથે, જગદીશ યાદવ, જૂનાગઢ.