જૂનાગઢ જિલ્લામાં વ્યાજખોરો સામે પોલિસની મેગા ડ્રાઈવ યોજાયું. જૂનાગઢ જિલ્લા નું કેશોદ વ્યાજ વટાવ ક્ષેત્રે મોટું હબ ગણવામાં આવે છે.

કેશોદ

કેશોદ ખાતે થોડાજ સમય પૂર્વે એક યુવાન ટિકડા ખાઈ જીવન ટૂંકાવ્યું કારણ વ્યાજ નું વિષ ચક્ર એને હજી થોડોજ સમય થયો ત્યા કેશોદ પોલીસ સફાળી જાગી હતી અને ત્યારે પણ વ્યાજ વટાવ ના ધંધાર્થીઓ સામે કાર્યવાહી અને બંધ કરાવી દેવાની વાતો કરાઈ હતી સાથે પોલીસ સ્ટેશન ખાતેજ બેન્ક વાળા ઓછા વ્યાજે લોન આપશે એવું કેશોદ પોલીસ સ્ટેશન માજ મંડપ નાખી જણાવ્યું હતું તો આજે જ્યારે બામણાસા માં ના યુવાન પર ઘાતકી હથિયારો સાથે હુમલો કરી અને વ્યાજ ના વિષ ચક્ર માં ફસાયેલા યુવાન ને મોત ને ઘાટ ઉતાર્યો અને એક દોઢ વર્ષીય બાળા ને બાપ ની છત્રછાયા ગુમાવવી પડી એનું કારણ વ્યાજ જ છે ત્યારે જો આ બંધ જ કરાવી દીધેલા વ્યાજ વટાવ ના ધંધાર્થીઓ આવ્યા ક્યાં થી એ પણ લોકો માં ચર્ચા નો વિષય છે અને એ સિવાય ગત રોજ જૂનાગઢ જિલ્લા માં યોજાયેલ ડ્રાઇવ માં આ કાળો કારોબાર ચલાવતા ઘણા નામચીન લોકો મળી આવ્યા અને ઘણા ને અગાઉ ખબર પડી જવાથી એ જમીન માં ઉતરી ગયા ત્યારે લોકો મા એવી પણ એક વાત જોવા મળી રહી છે કે હવે શરૂ જ કર્યું તો તમામ કામ પૂર્ણ જ કરે તો સારું નહિતર ફરી એ ચિત્ર જોવા ક્યારે મળશે જ્યારે ફરી કોઈ ફસાઈ ને આપઘાત કરે અથવા જીવ ગુમાવે ત્યારે બાકી પંદર દિવસ બાદ જેસૅ થે…

જૂનાગઢ જિલ્લા માં ઘણા લોકોમાં વ્યાપારીઓ,ખેડૂતો,લારી ગલ્લા વાળાઓ,તેમજ રોજિંદા ધંધા કરનારાઓ આવા લોકો ના શિકાર બની ચુક્યા છે અને ઘણા મોતને પણ ભેટ્યા છે ત્યારે હાલ જિલ્લા પોલીસ વડા દ્વારા આવા મેગા ઓપરેશનો કરી અને એક ના ડબલ કરનાર લોકો ને બંધ કરાવશે તો બીજી કોઈ પણ ઘટનાઓ બનતી અટકશે

હાલ તો કેશોદ મા વ્યાજ વટાવનો ધંધો જેમ કેશોદ માં ફુલ્યો ફાલ્યો છે તેવીજ રીતે ઈંગ્લીશ દારૂ અને દેશી દારૂ નું પણ બેફામ વેચાણ ચાલી રહ્યું છે તેમાંય ઈંગ્લીશ દારૂ તો જેમ ઘરે દૂધ મળે તેમ તમામ જગ્યા પર એકજ ફોન માં ઈંગ્લીશ દારૂ ની ડિલિવરી મળે છે આટલી હોમ સર્વિસ આપનારા ઈંગ્લીશ દારૂ નો વ્યાપાર પણ એટલોજ ફુલ્યો ફાલ્યો છે તેમજ અમુક વિસ્તાર માં ફક્ત દેશી બૂંગિયા ના નામેજ પ્રખ્યાત બન્યો છે ત્યારે આ બાબતે પણ પોલીસ નિષ્પક્ષ બની અને કામ ગિરી કરશે તો એ પણ ચોક્કસ થી બંધ થઈ શકશે હવે તો લોકમુખે ચર્ચાઓ જોવા મળતી વિગતો મુજબ હાલ તો જોવું એ રહ્યું કે જૂનાગઢ જિલ્લા માં એમાં પણ કેશોદ માં…શુ બંધ થશે.. વ્યાજખોરી.દારૂ.જુગાર.દ્રગ્સ.ગાંજો.કેટલુ અને શું બંધ થશે અને કેટલા દિવસ પૂરતું એતો આવનારો સમયજ બતાવશે

અહેવાલ:- રાવલિયા મધુ (કેશોદ)