જૂનાગઢ જિલ્લામાં શિક્ષક દિન નિમિત્તે ૭ શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક એનાયત – બહાઉદીન કોલેજ ખાતે સમારોહ.

દેશના પૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન શિક્ષણશાસ્ત્રી ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસ નિમિત્તે દર વર્ષે તા. ૫ સપ્ટેમ્બરે સમગ્ર દેશમાં શિક્ષક દિન ઉજવવામાં આવે છે. આ અવસરને અનુલક્ષીને જૂનાગઢ જિલ્લામાં તા. ૫/૯/૨૦૨૫ ના રોજ સવારે ૧૦-૩૦ કલાકે બહાઉદીન કોલેજ ખાતે ભવ્ય સમારોહ યોજાશે.

શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ દરમ્યાન શિક્ષણક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનારા કુલ ૭ શિક્ષકોને ‘શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક’ એનાયત કરવામાં આવશે. પુરસ્કારરૂપે વિજેતા શિક્ષકોને મહાનુભાવોના હસ્તે રોકડ પુરસ્કાર, પ્રમાણપત્ર તથા એવોર્ડ આપવામાં આવશે.

જિલ્લા કક્ષાએ પસંદગી પામેલા શિક્ષકો:

  • વાઘેલા શૈલેન્દ્રસિંહ

  • ઉર્જાબેન લયશકુમાર હિંડોચા

  • રાવલ વિપુલકુમાર

તાલુકા કક્ષાએ પસંદગી પામેલા શિક્ષકો:

  • બોઘરા કિરણબેન નાગજીભાઈ (જૂનાગઢ શહેર)

  • ચૌહાણ પ્રવીણકુમાર છગનભાઈ (કેશોદ)

  • ચાવડા ધર્મિષ્ઠાબેન હમીરભાઈ (વનથલી)

  • નાઘેરા ગીતાબેન ભોજાભાઈ (મેંદરડા)

શિક્ષકોને આ એવોર્ડ તેમના શિક્ષણક્ષેત્રે કરેલા સર્જનાત્મક પ્રયત્નો, વિદ્યાર્થીઓમાં સંસ્કાર નિર્માણ તથા શૈક્ષણિક ગુણવત્તા વધારવા માટે કરેલા પ્રયાસોને માન્યતા રૂપે આપવામાં આવશે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ