જૂનાગઢ જિલ્લામાં સીમકાર્ડ વેચનારે ખરીદનાર વ્યક્તિના આધાર-પુરાવાનું રજિસ્ટર નિભાવવું.

જૂનાગઢ

જૂનાગઢ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીના હેતુસર મોબાઈલ ફોનના સીમકાર્ડના ખરીદ-વેચાણ દરમિયાન યોગ્ય કાર્યરીતિનું પાલન થાય તે હેતુથી તેમજ સીમકાર્ડ ખરીદ કરનાર વ્યક્તિ આધાર-પુરાવાઓની ચકાસણી તેમજ નિભાવણી જરુરી છે. આ માટેના આધાર રાખવા તથા રજિસ્ટર નિભાવવા જૂનાગઢ જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ ફોજદારી કાર્યરીતિ BNSS-2023ની કલમ-૧૬૩ હેઠળ જાહેરનામું બહાર પાડ્યું છે, જે તા.૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૪ સુધી અમલી રહેશે.

સીમ કાર્ડ વેચાણ કર્તા, ડિસ્ટ્રીબ્યુટર્સ, રિટેલર તથા વિક્રેતાઓએ સીમકાર્ડના વેચાણ સમયે ખરીદનાર વ્યક્તિના માન્ય ઓળખપત્ર તથા રહેઠાણના દસ્તાવેજો બરાબર ચકાસણી કરવી તથા આવા દસ્તાવેજી પુરાવાઓની ઝેરોક્ષ રાખવી અથવા ડિજિટલ ફોર્મમાં પુરાવાઓ રાખવા અને આ અંગેના ડિસ્ટ્રીબ્યુટર્સ, રિટેલર દ્વારા ડિજિટલ એક્ટિવેશન થકી DKYC/EKYC કરવું. આ (નામ સરનામા સહિતની) તમામ વિગતો દરેક ડિસ્ટ્રીબ્યુટર્સ, રિટેલરે એક્સેલ ફોર્મેટમાં રાખવી અને ત્રણ વર્ષ સુધી સાચવવી. આ અંગેની હાર્ડકોપી રેકર્ડમાં રાખવી.

આ દરમિયાન Data theft, loss કે corrupt ન થાય તે જોવાની જવાબદારી વેચાણ કર્તા, ડિસ્ટ્રીબ્યુટર્સ, રિટેલર તથા વિક્રેતાની રહેશે. સીમ ખરીદનાર વ્યક્તિઓના માન્ય ઓળખપત્ર તથા રહેઠાણના દસ્તાવેજોના પુરાવાની માહિતીનું રજીસ્ટર રાખવું અને તેની ઓળખ અંગેની ફરજિયાત નોંધણી રજીસ્ટર નિભાવીને કરવાની રહેશે, જે વિગતો ત્રણ વર્ષ સુધી સાચવવી. જાહેરનામાના ભંગ અથવા ઉલ્લંઘન કરનાર BNSS-2023ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાપાત્ર ઠરશે.

અહેવાલ :-નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જુનાગઢ)