જૂનાગઢ જિલ્લામાં હથિયારબંધી: ૨૩ મે સુધી પ્રતિબંધાત્મક હુકમ અમલમાં

જૂનાગઢ, તા. ૧ મે, ૨૦૨૫
જૂનાગઢ જિલ્લામાં કાયદો અને શાંતિ જળવાઈ રહે તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન.એફ. ચૌધરી દ્વારા હથિયારબંધીનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામું ૨૩ મે ૨૦૨૫ સુધી અમલમાં રહેશે.

પ્રતિબંધ હેઠળ આવતા સાધનો અને ક્રિયાઓ:
જાહેરનામા મુજબ લાકડી, છરી, દંડો, પાઈપ, લાઠી, સળિયા, સ્ફોટક પદાર્થો, મશાલો, પૂતળાં સળગાવવી, અશ્લીલ ચિત્રો કે નકલો, ઉશ્કેરણીજનક ભાષણો, અને રાજયની શાંતિને ખોરાં પોહચાવે તેવી કોઈ પણ વસ્તુનું પ્રદર્શન અથવા ફેલાવો કરવો સખત પ્રતિબંધિત રહેશે.

છૂટછાટ કિસને મળશે?

  • શારીરિક અશકિત ધરાવતી વ્યક્તિઓને લાઠી લઈ જવા
  • ખેતિમજૂરોને ખેતીના ઓજારો સાથે
  • સરકારી ફરજ પર હથિયાર લઈ જવું ફરજિયાત હોય તેવા કર્મચારીઓને
  • ધંધાકીય કે ધાર્મિક શુભ હેતુ માટે મંજુર વ્યકિતઓને

આ જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, જેમાં દંડ તથા કેદનો સામનો કરવો પડી શકે છે.

📌 અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ