જૂનાગઢ જિલ્લામાં હર ઘર તિરંગા રાષ્ટ્રીય સપ્તાહની ઉજવણી.શાળા- કોલેજોમાં વિદ્યાર્થીઓએ રાષ્ટ્રભાવનાને ઉજાગર કરતા તિરંગાના ચિત્રો કંડાર્યા.

જૂનાગઢ

રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં તારીખ ૦૮/૦૮/૨૦૨૪ થી તા.૧૫/૦૮/૨૦૨૪ સ્વતંત્રતા સપ્તાહ દરમિયાન લોકોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગર્વની ભાવના જાગે તે માટે ‘‘તિરંગાયાત્રા’’ કાર્યક્રમની ઉજવણી જૂનાગઢ જિલ્લામાં કલેકટર અનિલ રાણાવસિયાના સીધા માર્ગદર્શનમાં થઈ રહી છે. આજે જૂનાગઢની વિવિધ શાળા – કોલેજોમાં હર ઘર તિરંગા રાષ્ટ્રીય સપ્તાહ અંતર્ગત વિદ્યાર્થીઓએ રાષ્ટ્ર ભાવનાને ઉજાગર કરતા રાષ્ટ્રધ્વજના કલાત્મક ચિત્રો કંડારીયા હતા.

આ કાર્યક્રમ અંતર્ગત ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અને ર્ડા. સુભાષ યુનિવર્સિટી અને નોબલ યુનિવર્સિટી, જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, જૂનાગઢના પ્રયત્નોથી જિલ્લાની તમામ કોલેજો, પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ, ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં તા.૦૮ થી ૧૫ ઓગષ્ટ ૨૦૨૪ સુધી શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા તિરંગાયાત્રામાં દેશભક્તિની થીમ આધારિત ‘‘ફેન્સી ડ્રેસ સ્પર્ધા’’ નું આયોજન કરવામાં આવેલ છે. તેમજ તા.૦૮/૦૮/૨૦૨૪ અને તા.૦૯/૦૮/૨૦૨૪ દરમિયાન દેશભક્તિની થીમ ઉપર રંગોળી સ્પર્ધા, નિબંધ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)