ગુજરાત સરકારના રમતગમત વિભાગ હેઠળ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG) અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, જૂનાગઢ દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ માટે **શાળાકીય રમતોત્સવ (SGFI)**નું આયોજન આગામી દિવસોમાં કરવામાં આવી રહ્યું છે.
આ રમતોત્સવ હેઠળ ૧૪, ૧૭ અને ૧૯ વર્ષની વયજૂથના વિદ્યાર્થીઓ માટે તાલુકા/ઝોન અને જિલ્લાકક્ષાની કુલ ૪૩ વિવિધ શાળાકીય રમત સ્પર્ધાઓ યોજાવાની છે. જેમાં ભાઈઓ અને બહેનો બંનેએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ શકે છે.
વિજયી ખેલાડીઓને રાજ્યકક્ષાની સ્પર્ધાઓમાં જૂનાગઢ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવાની તક મળશે.
રાજ્ય કક્ષાએ યોગદાને પામનાર રમતવીરોને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ સુધી લઈ જવા માટે સરકારશ્રીએ વિશેષ સુવિધાઓ ઊભી કરી છે. જેમાં સ્પોર્ટ્સ ડ્રેસ, પ્રવાસ ભથ્થું, નિવાસ, ભોજન તેમજ પ્રિ-નેશનલ કોચિંગ કેમ્પમાં આધુનિક તાલીમ સરકાર દ્વારા પૂરી પાડવામાં આવશે.
આ સ્પર્ધાઓથી સંબંધિત નિર્ણયો સાથે DLSS (જિલ્લા કક્ષાની રમત સ્કૂલો) અને COE (Center of Excellence) જેવી વિવિધ રમતગમત યોજનાઓ માટે પણ પસંદગીઓ હાથ ધરવામાં આવશે.
વિશેષ બાબત એ છે કે, રાજ્યકક્ષાની સ્પર્ધાઓમાં વિજેતા મહિલા ખેલાડીઓને સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતની મહિલા રોકડ પુરસ્કાર યોજના અંતર્ગત ₹4800 (પ્રથમ), ₹3600 (બીજું), ₹2400 (ત્રીજું સ્થાન) ના રોકડ ઈનામો મળશે.
વિગતવાર માહિતી માટે યશવંતભાઈ ડોડીયા (મો. ૭૮૫૯૯૪૬૯૮૪) અને રાહુલભાઈ (મો. ૮૧૪૧૧૦૭૬૭૪) સાથે સીધો સંપર્ક કરી શકાય છે.
જિલ્લા રમતગમત અધિકારી ડો. મનીષકુમાર જીલડીયાની અખબારી યાદી મુજબ, જૂનાગઢ જિલ્લામાંથી વધુમાં વધુ રમતવીરો ભાગ લે તે માટે સ્કૂલો અને વાલીઓને અપીલ કરવામાં આવી છે કે વિદ્યાર્થીઓને આ તકથી વંચિત ન રાખે.
અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ – જૂનાગઢ