જૂનાગઢ જિલ્લામાં ૨૭મી સ્પ્ટેમ્બરના સેવાસેતુ કાર્યક્રમ યોજાશે.

જૂનાગઢ

જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા માણાવદર તાલુકાના પાજોદ પ્રાથમિક શાળા, માંગરોળ તાલુકાના લોએજ પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષા અને ચોરવાડ નગરપાલિકા ખાતે નગરપાલિકા કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાશે. તા.૨૭ સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ યોજાનાર સેવા સેતુ કાર્યક્રમમાં માણાવદર તાલુકાના ૧૮ ગામના, માંગરોળ તાલુકાના ૨૩ ગામના અને ચોરવાડના લોકો રાજ્ય સરકારની વિવિધ સેવાઓ અને યોજનાઓનો લાભ મેળવી શકશે.

સેવા સેતુ કાર્યક્રમમાં સવારના ૯ થી ૨ કલાક દરમિયાન નાગરિકોની અરજીઓ સ્વીકારવામાં આવશે, ત્યારબાદ અરજીઓના નિરાકરણ માટે કામગીરી કરવામાં આવશે. નાગરિકોએ અરજીની સાથે આવશ્યક સાધનિક કાગળો જોડવા.આ કાર્યક્રમમાં આવક-જાતિના દાખલા, રેશનકાર્ડ સંબંધિત કામગીરી, આધારકાર્ડ, જન્મ મરણના પ્રમાણપત્ર, ગંગા સ્વરુપા આર્થિક સહાય, નિરાધાર વૃદ્ધ – વય વંદના, પીએમ સ્વ નિધિ યોજના, વગેરે યોજના ઉપરાંત નવી વારસાઈ અરજીઓ સહિતની સેવાઓનો લોકો લાભ મેળવી શકશે. હેલ્થ ચેકઅપનું પણ આયોજન છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)