રાજ્ય સરકાર દ્વારા ગંગા સ્વરૂપ બહેનો સ્વમાનભેર જીવન વ્યાપન કરી શકે તે માટે દર માસે રૂ. ૧૨૫૦ની સહાય જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંવેદનશીલતા સાથે ગંગા સ્વરૂપા બહેનોને મદદરૂપ થવાનો અભિગમજૂનાગઢ તા.૨૦ રાજ્ય સરકાર દ્વારા ગંગાસ્વરૂપા બહેનો સ્વમાન ભેર જીવન વ્યાપન કરી શકે તે માટે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના શરૂ છે.
જૂનાગઢ જિલ્લામાં ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાનો ૩૭૯૧૫ લાભાર્થી ગંગા સ્વરૂપા બહેનોને દર માસે રૂ. ૧૨૫૦ની સહાય તેમના બેંક એકાઉન્ટમાં સીધી જમા કરવામાં આવે છે. આમ, જિલ્લામાં ગંગા સ્વરૂપા બહેનોને દર માસે કુલ રૂ.૪.૭૩ કરોડની સહાય ચૂકવવામાં આવી રહી છે.
ગુજરાત સરકાર દ્વારા મળતી આ સહાય પાત્રતા ધરાવનાર તમામ લાભાર્થી બહેનોને મળી રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જરૂરી પ્રયાસો કરવામાં આવે છે, ઉપરાંત સેવા સેતુ જેવા કાર્યક્રમના માધ્યમથી પણ ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાનો લાભ આપવામાં આવે છે.
ગંગા સ્વરૂપ બહેનો સમાજમાં ઓશિયાળા ન બની રહે અને આર્થિક સહાય મળે તે માટે જિલ્લા વહીવટી તંત્ર પણ સંવેદનશીલતા સાથે કામ કરે છે. ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજનાનો લાભ લાભાર્થીને અરજી કર્યા તારીખથી મળવાપાત્ર છે. એટલે કે, ડિસેમ્બર માસમાં નવા લાભાર્થીઓને તફાવત કે એરિયસ સાથે કુલ ૪,૮૨,૫૫૦૦૦ની સહાય ચૂકવવામાં આવી છે.
ગ્રામીણ વિસ્તારમાં રૂ.૧.૨૦ લાખ અને શહેરી વિસ્તારમાં રૂ.૧.૫૦ લાખ કે તેથી ઓછી આવક ધરાવતા ગંગાસ્વરૂપા બહેનોને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે. ગંગા સ્વરૂપમાં આર્થિક સહાય યોજનાનો લાભ મેળવવા માટે સંબંધિત મામલતદાર કચેરી ખાતે જરૂરી આધાર પુરાવાઓ સાથે અરજી કરવાની રહે છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)