જૂનાગઢ તા.૧ જૂનાગઢ જિલ્લામાં હાલ પાલક માતા પિતા આ યોજના હેઠળ માસીક રૂ. ૩૦૦૦ મુજબ દર માસે રૂ. ૧૪.૧૦ લાખ સરકાર દ્રવારા ચૂકવવામાં આવી રહી છે.
જિલ્લા સમાજ સુરક્ષા જૂનાગઢની કચેરી દ્વારા જૂનાગઢ જિલ્લામાં સરકારશ્રીની પાલક માતા-પિતા યોજના હેઠળ અનાથ અને જે બાળકના પિતા અવસાન પામેલ હોય અને માતાએ પુનઃલગ્ન કરેલ હોય તેવા ૦ થી ૧૮ વર્ષના બાળકોને દર માસે રૂ.૩૦૦૦(ત્રણ હજાર)ની સહાય મળવાની યોજના અમલમાં છે.
જેમાં જૂનાગઢ જિલ્લામાં હાલ કુલ ૪૭૦ બાળકો આ યોજનાનો લાભ મેળવી રહ્યા છે. જેથી પાલક માતા-પિતા યોજનામાં અનાથ અને જે બાળકના પિતા અવસાન પામેલ હોય અને ત્યારબાદ માતાએ પુનઃલગ્ન કરેલ હોય તેવા ૦ થી ૧૮ વર્ષના બાળકો તેમના સગા સંબધી સાથે રહેતા હોય તેવા પાલક માતા-પિતાને આ યોજના લેવાનો લાભ મળવાપાત્ર થાય છે. જેથી આવા બાળકોને આ યોજનાનો લાભ મેળવવા માટે જિલ્લા સમાજ સુરક્ષા કચેરી, સરદારબાગ, બહુમાળી ભવન, બ્લોક નં.૨ જૂનાગઢ અને જિલ્લા બાળ સુરક્ષા એકમ, પંકજ બંગલો, પી.ડબ્લ્યુ.ડી.ક્વાર્ટર, રેલ્વે સ્ટેશન રોડ, જૂનાગઢ ફોન નં.૦૨૮૫-૨૯૬૦૨૦૨નો સંપર્ક કરવા જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી મહિડાની યાદીમાં જણાવાયું છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)