જૂનાગઢ જિલ્લામાં ૪ ઓક્ટોમ્બર સુધી સભા સરઘસ બંધ

જૂનાગઢ

જૂનાગઢ જિલ્લામાં પ્રવર્તમાન સ્થિતી સંદર્ભે કાયદો વ્યપવસ્થા અને જાહેર સુલેહ શાંતી જાળવવા સારૂ તેમજ કોઇ અનિચ્છનીય બનાવના બને તે માટે તાત્કાલીક અસરથી તા. ૦૪/૧૦/૨૦૨૪ સુધી સમગ્ર જિલ્લામાં અધિક જિલ્લા મેજસ્ટ્રેટશ્રી એન.એફ.ચૌધરીએ ગુજરાત પોલીસ અધિનિયમ- ૧૯૫૧ની કલમ-૩૭ની પેટા કલમ-૩ અન્વ‍યે એક આદેશ જારી કરી સભા સરઘસબંધિ ફરમાવી છે. આ આદેશ સરકારી ફરજમાં હોય તેવી ગૃહ રક્ષક મંડળીઓ, સરકારી નોકરી પર અવર જવર કરતા હોય તેવા કર્મચારીઓ, કોઇ લગ્નાનાં વરઘોડાને, સ્મશાન યાત્રા કે તેમાં જોડાનાર વ્યાક્તિને, સક્ષમ અધિકારીએ કાયદેસરની પરવાનગી આપી હોય તેમને લાગુ પડશે નહિં. આ હુકમનું પાલન ન કરનાર કે તેમાં મદદગારી કરનારને ગુનો સાબીત થયે કલમ ૧૯૫૧ની કલમ-૧૩૫(૩) મુજબ દંડ અને શિક્ષાને પાત્ર ઠરશે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)