જૂનાગઢ જિલ્લામાં 16 એપ્રિલે ભરતી મેળો!

જૂનાગઢ (12 એપ્રિલ, 2025):
જૂનાગઢ જિલ્લાના રોજગાર વિમિશન કચેરી દ્વારા ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમ અરવિંદ ઇન્ડસ્ટ્રીઝ લીમિટેડ દ્વારા મશીન ઓપરેટરની જગ્યા માટે ભરતી મેળો યોજવાનો છે. આ મેળામાં ધો. 5 થી ધો. 12 અથવા આઈ.ટી.આઈ લાયકાત ધરાવનારા રોજગાર વાંછુઓ માટે અભ્યાસ અને અનુભવ સાથે એન્ટ્રી મળશે.

ભરતી મેળાનો સ્થળ અને સમય:

  • સ્થળ: સરકારી ગર્લ્સ હાઈસ્કૂલ, ચાર ચોક પાસે, મુ. કેશોદ
  • તારીખ: 16 એપ્રિલ, 2025
  • સમય: સવારે 11:30 કલાક

અન્ય માહિતી:

  • રોજગારવાંછુઓએ શૈક્ષણિક લાયકાતનાં પ્રમાણપત્રો અને જરૂરી દસ્તાવેજો સાથે ત્યાં ઉપસ્થિત થવું જરૂરી છે.
  • ઉપરાંત, રોજગારવાંછુઓ અનુબંધમ પોર્ટલ (https://anubandham.gujarat.gov.in) મારફતે પણ મેળામાં ભાગ લઈ શકે છે.

જણાવટ માટે સંપર્ક:
જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જૂનાગઢ
ટેલીફોન: 0285-2620139

અહેવાલ: નરેન્દ્ર દવે, સાથે જગદીશ યાદવ, જૂનાગઢ