જૂનાગઢ જિલ્લાના લોકોને શાંતિપૂર્ણ વાતાવરણ મળે અને અસામાજિક તત્વો દ્વારા કોઈ અંધાધૂંધ કે ગુનાહિત કૃત્યો ન સર્જાય એ હેતુથી જિલ્લા પ્રશાસન દ્વારા મોટું પગલું ભરવામાં આવ્યું છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન.એફ. ચૌધરી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જેમાં 23 એપ્રિલ 2025 સુધી હથિયારબંધીનો આદેશ આપવામાં આવ્યો છે.
આ જાહેરનામા મુજબ કોઈપણ વ્યક્તિ લાકડી, છરી, ચપ્પુ, પાઈપ, લાઠી, દંડા કે અન્ય હથિયારસર્જક સાધનો લઈ ફરતી નથી શકે. સાથે જ, કોઈપણ પ્રકારના વિસ્ફોટક પદાર્થો, મશાલો કે અશ્લીલ ચિત્રો કે ભાષણો પર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
આ આદેશનો ભંગ કરનાર વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જોકે, ખેડૂતોએ ખેતીના ઓજારો લઈ જવા, સરકારી કર્મચારીઓ પોતાની ફરજ માટે હથિયાર લઈ જવા અથવા ધંધા-ધર્મના હેતુથી અવશ્યક વસ્તુઓ રાખવા માટે ખાસ છૂટછાટ આપવામાં આવી છે.
પ્રશાસને લોકોને અપીલ કરી છે કે તેઓ જાહેરનામાનું પાલન કરે અને શાંતિ જાળવવામાં સહકાર આપે.
અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ