જૂનાગઢ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા તા. 23 જુલાઈ, 2025ના રોજ રોજગારવાંચ્છુઓ માટે વિશાળ ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળો ખામધ્રોળ રોડ પર આવેલી ડો. સુભાષ યુનિવર્સિટી કેમ્પસ ખાતે સવારે 10:30 કલાકે શરૂ થશે.
ભર્તી મેળામાં ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય ઉદ્યોગો — દાવત બેવરેજીસ પ્રા. લિ., મોવિયા (ગોંડલ), સ્પિનક્રાફ્ટ ફાઉન્ડ્રી (સફલ ગ્રુપ), રિબડા (રાજકોટ), તેમજ ભારતીય જીવન વીમા નિગમ-જૂનાગઢ બ્રાંચ — વિવિધ જગ્યાઓ માટે યોગ્ય ઉમેદવારોની પસંદગી કરશે.
ભરતી મેળામાં ઉપલબ્ધ જગ્યાઓમાં લેબ કેમીસ્ટ, ફ્રન્ટ ડેસ્ક/બેક ઓફિસ એક્ઝિક્યુટિવ, કમ્પ્યુટર ઓપરેટર, લાઇન/મેઇન્ટેનન્સ એન્જિનિયર, મશીન ઓપરેટર, ક્વોલિટી ઇન્સ્પેક્ટર, પ્રોડક્શન સુપરવાઇઝર, ઇલેક્ટ્રીશિયન, સીટી કૅરિયર એજન્ટ અને વીમા સખીનો સમાવેશ થાય છે.
આ જગ્યાઓ માટે B.Sc. (કેમિસ્ટ્રી/માઇક્રોબાયોલોજી), અન્ય સ્નાતક, ડિપ્લોમા, HSC અને ITI જેવી લાયકાત ધરાવનાર ઉમેદવારો ભાગ લઈ શકશે. ઉમેદવારોને તેમના પ્રમાણપત્રો તથા જરૂરી દસ્તાવેજો સાથે મેળા સ્થળે ઉપસ્થિત થવાનું જણાવાયું છે.
જે ઉમેદવારો ઑફલાઇન હાજર ન રહી શકે તેવા ઉમેદવારો માટે “અનુબંધમ પોર્ટલ” https://anubandham.gujarat.gov.in દ્વારા ઓનલાઇન અરજી કરવાની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે.
વધુ માહિતી માટે ઉમેદવારો 0285-2620139 પર કચેરી સમય દરમિયાન સંપર્ક કરી શકે છે.
અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ