જૂનાગઢ
જૂનાગઢ જિલ્લામાં જુલાઈ ૨૦૨૪ માસ દરમિયાન ભારે વરસાદને લીધે થયેલા પાક નુકસાન માટે સરકાર શ્રી દ્વારા કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવેલ છે. જેમાં જે ખેડૂતોને ૩૩% કે તેથી વધુ પાક નુકસાન થયેલ હોય તેમણે જે તે ગામના વી.સી.ઈ./વી.એલ.ઈ. મારફત ૭/૧૨, ૮-અ ની નકલ, આધારકાર્ડ, બચત ખાતાની નકલ જેવા જરૂરી સાધનિક કાગળો સાથે તાલુકા વિકાસ અધિકારીને સંબોધાયેલ નિયત નમૂનામાં ડિજિટલ ગુજરાત પોર્ટલ પર તા.૩૦, સપ્ટેમ્બર ૨૦૨૪ સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે.
આ અંગે વધુ જાણકારી મેળવવા માટે આપના વિસ્તારના ગ્રામસેવકશ્રી, વિસ્તરણ અધિકારીશ્રી,તાલુકા વિકાસ અધિકારીશ્રી, તાલુકા અમલીકરણ અધિકારીશ્રી, મદદનીશ ખેતી નિયામકશ્રી(તા.મુ.), જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, નાયબ ખેતી નિયામકશ્રી તાલીમનો સંપર્ક સાધી શકાશે. તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, જિલ્લા પંચાયત, જૂનાગઢ દ્વારા એક યાદીમાં જણાવાયું છે.
અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)