જૂનાગઢ જિલ્લામાં NHAI અને રાજ્ય માર્ગો પર આવેલા ૫૪ બ્રિજોની ટેકનિકલ ચકાસણી પૂર્ણ.

જિલ્લામાં આવેલા નેશનલ હાઇવે, રાજ્ય માર્ગો અને અન્ય મહત્વપૂર્ણ માર્ગો પર આવેલા કુલ 54 બ્રિજોની ટેકનિકલ ચકાસણી સફળતાપૂર્વક પૂર્ણ કરાઈ છે.

આ કામગીરી જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. ચકાસણી દરમિયાન પ્રાંત અધિકારી, મામલતદાર, માર્ગ અને મકાન વિભાગના ટેકનિકલ અધિકારીઓ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

ચકાસણી દરમિયાન પુલોની સ્થિતિ, તેમની છેલ્લી ઇન્સ્પેક્શન તારીખ, મરામતની જરૂરિયાત છે કે કેમ, સામાન્ય કે વિશેષ કામગીરી આવશ્યક છે કે નહીં – તેવા તમામ ટેકનિકલ પાસાઓની તપાસ કરવામાં આવી હતી.

વિશિષ્ટ રીતે નોંધનીય છે કે:

  • કેશોદ સબ ડિવિઝનના 9 પુલ,

  • માંગરોળ તાલુકાના 8 પુલ,

  • વેંથલી વિસ્તારમાં 12 પુલ,

  • અને વિસાવદર તાલુકાના 25 પુલની મુલ્યાંકનાત્મક ચકાસણી હાથ ધરાઈ હતી.

ટેકનિકલ સર્વે બાદ જો કોઈ પુલ જર્જરિત જણાય તો તાત્કાલિક મરામતની કાર્યવાહી હાથ ધરાશે. જો કોઈ પુલ ભયજનક કક્ષાએ અવ્યસ્થિત હાલતમાં જણાય, તો તેણે વાપરવા બંધ કરી વૈકલ્પિક રૂટ માટે ડાયવર્ઝન જાહેર કરવામાં આવશે.

આ સાથે, હજુ બાકી રહેલા અન્ય પુલોની પણ આગામી દિવસોમાં ચકાસણી હાથ ધરાશે અને સમજૂતી મુજબ યોગ્ય કામગીરી કરાશે.

અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ