જૂનાગઢ, તા. 02 જૂનાગઢ જિલ્લા અભિલેખાગાર કચેરીનું જૂનું મકાન આયના મહેલની પરિસ્થિતિ જર્જરિત હાલતમાં હતી. તેથી આ કચેરી ગાંધી ચોક, વંથલી દરવાજા, પી.ડબ્લ્યુ.ડી. ના ડેલામાં હંગામી ધોરણે સ્થળાંતરિત કરવામાં આવી હતી.
હવે ઉપરોક્ત કચેરીનું અદ્યતન મકાન બની જવાથી જિલ્લા અભિલેખાગાર કચેરી જૂનાગઢ જિલ્લા જેલ પાછળ, આર્કાઇવ્ઝ ભવન (નવું) ખાતે પુનઃ સ્થળાંતરિત કરવામાં આવેલ છે. તેની જૂનાગઢ જિલ્લાની તમામ સરકારી કચેરીઓ સહિત સર્વે જાહેર જનતાને નોંધ લેવી. તેમ અધિક્ષક જિલ્લા અભિલેખાગાર કચેરી, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ જૂનાગઢ