સ્વામિત્વ યોજના અંતર્ગત પ્રોપર્ટી કાર્ડ વિતરણનો જૂનાગઢ જિલ્લા કક્ષાનો સમારોહ વંથલી તાલુકાના ખુંભડી ગામે પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઇ બેરાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.
મંત્રીશ્રીએ પ્રાસંગિક ઉદબોદન કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં કુલ ૩૩ જિલ્લાઓના કુલ ૧૩,૭૧૪ ગામોમાં ડ્રોન સર્વે તેમજ ૬૮૫૯ ગામોમાં પ્રોમલગેશન અન્વયેની કામગીરી પૂર્ણ કરી ૧૧,૮૩,૬૦૬ પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરવામાં આવેલ છે. તેમજ સમગ્ર રાજ્યમાં તેમજ સ્વામિત્વ યોજના અંતર્ગત બીજા તબક્કામાં ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે.
ત્યારે ગુજરાત રાજ્યમાં કુલ ૨૦ જિલ્લાઓના ૪૧૫ ગામોમાં કુલ ૬૪૦૨૯ પ્રોપર્ટી કાર્ડનુ વિતરણ કરવામાં આવ્યું છે.સ્વામિત્વ યોજના અંતર્ગત જૂનાગઢ ખાતે કુલ ૪૪૮ ગામોનો સમાવેશ કરવામાં આવેલ છે. જે પૈકી તમામ ગામોમાં ડ્રોન ફ્લાઇટ અન્વયેની કામગીરી પૂર્ણ કરી અત્યાર સુધીમાં કુલ ૧૬૩ ગામોનું પ્રોમલગેશન પૂર્ણ કરી ૧૮૫૮૧ પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરવામાં આવેલા છે.
મંત્રીશ્રી એ વધુમાં જણાવ્યું હતું કે, પ્રોપર્ટી કાર્ડ થી લોન તેમજ અન્ય નાણાકીય લાભ મેળવવા પણ સરળ બની ગયા છે. પ્રોપર્ટી કાર્ડ થી ગ્રામીણ વિસ્તારોમાં પણ શહેરોની જેમ નકશા સાથેનો એક દસ્તાવેજ પણ મળ્યો છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિથી મહત્વકાંક્ષી સ્વામિત્વ યોજના ગામડાના સશક્તિકરણ માટેની નવીન પહેલ છે. ગ્રામીણ વિકાસ થકી વિકસિત ભારતનો સંકલ્પ સિદ્ધ કરવાનું સાકાર થશે.
આ પ્રસંગે મંત્રીશ્રી, ધારાસભ્યશ્રી, જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી,જિલ્લા કલેક્ટર શ્રી સહિતના મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને પ્રોપર્ટી કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુંમર, ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ લાડાણી,સાવજ ડેરીના ચેરમેન શ્રી દિનેશભાઈ ખટારીયા એ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. કાર્યક્રમના આરંભે સુપ્રીન્ટેન્ડેન્ટ ઓફ લેન્ડ રેકર્ડશ્રી ચરણસિંહ ગોહિલે પ્રસંગિક પ્રવચન અને સ્વામિત્વ યોજના વિશે માહિતગાર કર્યા હતા. આભાર વિધિ વંથલી પ્રાંત અધિકારીશ્રીએ કરી હતી.
કલેકટર શ્રી અનિલ કુમાર રાણાવસિયા ના માર્ગદર્શન હેઠળ લેન્ડ રેકર્ડ કચેરીના અધિકારીઓ કર્મચારીઓએ આ કાર્યક્રમનું જરૂરી સંકલન કરી સફળતાપૂર્વક કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ, જૂનાગઢ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી મુકેશભાઈ કણસાગરા, વંથલી તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, ખુંભડી ગામના સરપંચ શ્રી, જૂનાગઢ જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયા , જિલ્લા વિકાસ અધિકારી શ્રી નીતિન સાંગવાન, , આસિસ્ટન્ટ કલેકટર શ્રી એશ્વર્યા દુબે, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી, સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ, ગ્રામજનો અને લાભાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમના આરંભે નશા મુક્તિના અને સ્વચ્છતાના શપથ લીધા હતા.
કાર્યક્રમના અંતે મંત્રીશ્રી તેમજ મહાનુભાવોના હસ્તે એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ પ્રાથમિક શાળાના પ્રાંગણમાં હાથ ધરાયું હતું.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)