જૂનાગઢ જિલ્લા કલેકટર દ્વારા સસ્તા અનાજ ના માલ ની લેવડ દેવડ કરતા લોકો ના બીલખા ગોડાઉન પર દરોડા..

જૂનાગઢ જિલ્લા કલેકટર દ્વારા સસ્તા અનાજ ના માલ ની લેવડ દેવડ કરતા લોકો ના બીલખા ગોડાઉન પર દરોડા..

જૂનાગઢ

જૂનાગઢ જિલ્લા કલેક્ટરની સૂચના પ્રમાણે પ્રાંત અધિકારી જુનાગઢની ટીમ દ્વારા પાદરીયા બાદ સરકારી અનાજનુ હબ ગણાતા બિલખામાં ગેરકાયદે અનાજના ગોડાઉનો પર દરોડા પાડવામાં આવ્યા હતા ૧૭,૪૯૨ કિલો ઘઉં અને ૪૦૦૦ કિલો ચોખા એમ કુલ ૪,૮૬, ૯૮૪ રૂપિયાનો જથ્થો અને બે બોલેરો પિકપ સીઝ કરાયા હતા.આગામી સમયમાં સમગ્ર જિલ્લામાં વ્યાપક પણે દરોડા હાથ ધરવામાં આવશે .રેશનકાર્ડ ધારકોના કાર્ડ રદ કરવામાં આવશે એવી તાકીદ કરવામાં આવી.આગામી સમયમાં આવો માલ લેનાર આટા મિલો, માર્કેટિંગ યાર્ડ અને ગોડાઉનો ઉપર પણ તપાસ કરવામાં આવશે.જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી જૂનાગઢ શ્રી અનિલકુમાર રાણાવસિયાને બાતમી મળેલ કે,કેટલાક ઈસમો જિલ્લામાં વાજબી ભાવની દુકાને મળતું અનાજ વિતરણ થયાં બાદ ઘરે-ઘરે જઈ એકત્રિત કરી તેનો ગેરકાયદેસર વ્યાપાર કરે છે.

આવા વધુને વધુ કેસો શોધી સમગ્ર સિસ્ટમ તોડી પાડવા સુચના કરવામાં આવેલ.તે સબબ નિવાસી અધિક કલેકટરશ્રી એન. એફ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી જૂનાગઢ ચરણસિંહ ગોહિલના નેતૃત્વ હેઠળ ગ્રામ્ય મામલતદાર શ્રી લલીત ડાભી અને તેમની ટીમ દ્વારા બિલખા ખાતે મોટા પ્રમાણમાં દરોડા પાડવામાં આવ્યા હતા.

અગાઉ આ ક્ષેત્રે કાર્યવાહી કરી શહેરમાંથી છકડો રીક્ષા પકડી તેના આધારે પાદરિયામાં બે મોટા ગોડાઉન પકડી પાડવામાં આવેલ હતાં અને ૫.૩૭ લાખનું ગેરકાયદે સંગ્રહ કરેલું સરકારી અનાજનો જથ્થો સીઝ કરવામાં આવેલ હતો. આ રેશનકાર્ડ ધારકોના રેશનકાર્ડની માહિતી મેળવી તેમના રેશનકાર્ડ રદ કરવાની કાર્યવાહી ચાલુમાં છે. આ તપાસમાં પકડાયેલા ફેરિયાઓની ઊંડી તપાસના અંતે સમગ્ર ધંધાનું કેન્દ્રબિંદુ બિલખા હોવા અંગે માહિતી મળેલ હતી. આથી, બાતમીદારોને સાથે રાખીને મોડી સાંજે પ્રાંત અધિકારી જૂનાગઢના નેતૃત્વ હેઠળની પ્રાંત કચેરી, ગ્રામ્ય મામલતદાર તથા શહેર મામલતદાર કચેરીના સ્ટાફની ટીમો બનાવી બિલખા ખાતે સ્થાનિક પોલીસને સાથે રાખી વ્યાપક દરોડા હાથ ધર્યા હતા. આ દરમ્યાન બે મોટા સરકારી અનાજનો જથ્થો ધરાવતાં ગોડાઉન પકડી પાડયા હતા. તેઓને સદરહુ અનાજના જથ્થાની કાયદેસરતા બાબતે પુછપરછ કરતાં કોઈ પ્રકારના આધાર પુરાવા રજુ કરી શકેલ નહી અને ફેરીવાળાનું એકત્ર કરેલ સરકારી અનાજ હોવા બાબતે કબૂલાત આપેલ હતી.

જિલ્લા કલેકટરશ્રીની સૂચના પ્રમાણે આગામી સમયમાં રોજીંદા ધોરણે ટીમો બનાવી સરકારી અનાજ ક્ષેત્રે થતી ગેરેરીતીઓ પકડી પાડી કડક કાર્યવાહી કરવામાં આવશે.ઉપરાંત કલેક્ટરશ્રીની તાકીદ છે કે, જે રેશનકાર્ડ ધારકો વાજબી ભાવની દુકાનનું અનાજ ગેરકાયદે વેચી દેતા જણાશે તેઓના રેશનકાર્ડ રદ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)