જૂનાગઢ જિલ્લા કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાની સૂચનાઃ વરસાદ વિરામ થતાં સમગ્ર જિલ્લામાં સાફ-સફાઈની સઘન કામગીરી

જૂનાગઢ

જૂનાગઢ જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી અવિરત વરસાદ હોવાને કારણે અનેક જગ્યાએ પાણી ભરાવા, કાદવ કીચડની સમસ્યાઓ, મચ્છરજન્ય રોગનો ફેલાવા સહિતની સમસ્યાઓ થઇ હતી. વરસાદ વિરામ લેતાં જિલ્લાના વિવિધ તાલુકાઓમાં સંબંધિત કચેરીના વડાશ્રીઓને સાફસફાઈની કામગીરી સઘન બનાવવા સૂચના આપી જરુરી માર્ગદર્શન આપ્યું હતું.

વધારે અસરગ્રસ્ત વંથલી, કેશોદ, માળીયા, સહિતના વિસ્તારોમાં આંગણવાડી, પ્રાથમિક શાળાઓ, પંચાયત, ગામની ગટર લાઈન, નીચાણવાળા વિસ્તારો વગેરેમાં જરુરિયાત મુજબ સાફસફાઈ કરવી અને મચ્છરજન્ય રોગ ન ફેલાય તે માટે દવાનો છંટકાવ કરવા અને કચરાનો યોગ્ય નિકાલ કરવા જણાવ્યું હતું.

ચાંદીપુરા વાયરસનું પ્રમાણ હાલમાં વધારે હોવાથી સંક્રમણ ન ફેલાય તે માટે તકેદારીના ભાગરુપે નાગરિકોને તે અંગે હાથ ધરવાની કાળજીઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. બાળકોમાં આ વાયરસનું પ્રમાણ વધારે હોવાથી સમયાંતરે હેલ્થ ચેક-અપ કરવા આરોગ્ય વિભાગના કર્મચારીઓને સૂચના આપવામાં આવી હતી.

અહેવાલ :-નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જુનાગઢ)