જૂનાગઢ
જૂનાગઢ જિલ્લાના બાટવા નજીક ગત 5 સપ્ટેમ્બરના રોજ 1 કરોડથી વધુની લૂંટનો બનાવ બનવા પામેલ હતો.જે મામલે પોલીસે 3 ઈસમોની ધરપકડ કરેલ છે.રસપ્રદ વાત એ રહી કે સમગ્ર મામલે ફરિયાદીનો ભાઈ અને ફરિયાદી જ લૂંટને અંજામ આપનાર નીકળ્યા..
અમદાવાદ સ્થિત કલા ગોલ્ડ નામની કંપનીના કર્મચારી યાજ્ઞિક જોષી અને ધનરાજ ભાણગે છેલ્લા કેટલાય દિવસથી સૌરાષ્ટ્ર વિસ્તારમાં પોતાના સોના ચાંદીના કામ અર્થે હતા..ત્યારે બંનેએ પોતાની આર્થિક જરૂરિયાત સંતોષવા કાવતરું ઘડ્યું.. સોના ચાંદીની લૂંટ ને અંજામ આપવા યાજ્ઞિક જોશીએ પોતાના ભાઈ ધર્મેન્દ્ર જોશીને સામેલ કર્યો.. લૂંટનું સ્થળ બાટવા નજીક એવુ પસંદ કર્યું જ્યા cctv કેમેરા પણ ન હોય અને લોકોની અવર જવર પણ બહુ ન જોવા મળતી હોય.. 5 સપ્ટેમ્બરના રોજ રાતના સમયે લૂંટનો બનાવ ઉપજાવતા પહેલા કુતિયાણામાં કલા ગોલડના બંને કર્મચારી એક શો રૂમમાં પોતાનો માલ દેખાડવા જાય તેવું ચિત્ર ઉપજાવવા જાણી જોય સ્ટટન્ટ ઉભો કરેલ.. બાદમાં ત્યાથી નીકળી બાટવા નજીકના વિસ્તારમાં કારમાં પંચર થતા નીચે ઉતર્યા અને 3 ઈસમો છરી દેખાડી પોતાનો માલ લૂટી ગયા તેવું ફરિયાદમાં નોંધાવેલ.. જો કે હકીકતમાં બધું પ્રિ પ્લાન મુજબ જ 3 ઇસમોએ જે તે સ્થળે જાણી જોઈને કરેલ અને લૂંટ થઇ હોવાનો ડોળ કરેલ..
બાટવા પોલીસ મથકમાં લૂંટની ફરિયાદ દાખલ થતા પોલીસ તુરંત એક્શનમાં આવેલ અને ઉંડાણપૂર્વકની તપાસ કરતા ફરિયાદી જ લૂંટમાં સંકળાયેલ હોવાનું ખુલ્યું.. બંને કલા ગોલ્ડ કર્મચારીની પોલીસ તપાસમાં અને પૂછપરછમાં ઘણો વિરોધાભાસ જોવા મળેલ.. ઉપરાંત બાટવા અને માણાવદર આસપાસના 10 થી વધુ ગામના 250 થી વધુ પરપ્રાંતિયની પૂછપરછ કરાઈ પણ તેમાં કોઈની સંડોવણી હોવાનું પોલીસને જાણવા ન મળ્યું.. આ સિવાય પોલીસે જૂનાગઢ અને આસપાસના કુલ 400 cctv કેમેરાની મદદ લઇ સમગ્ર મામલે ગહન તપાસ કરેલ.. અંતે પોલીસે યેન કેન રીતે ફરિયાદીનો ભાઈ મોહિત જોષી સુધી પહોંચી લૂંટ મામલે તેમની સંડોવણી બાબતે ધરપકડ કરી અને સમગ્ર મામલે ફરિયાદી યાજ્ઞિક જોષી અન્ય સાથી ધનરાજ ભાડગે પણ તેમાં સામેલ હોવાથી કુલ ત્રણેયની ધરપકડ કરેલ.. પોલીસે 3 પાસેથી કુલ 1 કરોડ 90 હજારથી વધુના મુદ્દામાલની રિકવરી કરેલ છે..
અહેવાલ :- જગદીશ યાદવ (જૂનાગઢ)