
જૂનાગઢ, તા. ૦૬ મે ૨૦૨૫:
જૂનાગઢ જિલ્લા પંચાયત ભવન ખાતે પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ-1994 હેઠળ સલાહકાર સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ હતી. જિલ્લા આરોગ્ય વિભાગના આયોજન હેઠળ યોજાયેલી આ મહત્વપૂર્ણ બેઠકમાં વિવિધ આરોગ્ય સંસ્થાઓના નોંધણી અને સોનોગ્રાફી મશીનોના ઉપયોગ અંગે સમીક્ષા કરવામાં આવી હતી.
મુખ્ય મુદ્દા:
- બે નવી આરોગ્ય સંસ્થાઓને રજીસ્ટ્રેશન અને ચાર સંસ્થાઓને રિન્યુઅલ મંજુર કરવામાં આવ્યા.
- સોનોગ્રાફી મશીનોના લે-વેચ, ડોક્ટરોના ફેરફાર અને હોસ્પિટલોની કામગીરી અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવી.
- समितિ દ્વારા કરાયેલા ક્લિનિક ઇન્સ્પેક્શન્સનું રીવ્યુ પણ લેવામાં આવ્યું.
- કોઈપણ સ્થળે પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. એક્ટનો ભંગ થાય તો કડક પગલાં લેવામાં આવશે, તેવો સંદેશ અપાયો.
બેઠકમાં ઉપસ્થિત:
- મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. અલ્પેશ સાલ્વિએ ઉપસ્થિત અધિકારીઓ અને સભ્યોનું સ્વાગત કર્યું હતું.
- સમિતિના અધ્યક્ષ શ્રીમતી ભાવનાબેન વૈષ્ણવની આગેવાનીમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ અને સંબંધિત શાખાના કર્મચારીઓ હાજર રહ્યા હતા.
અહેવાલ :–નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ