જૂનાગઢ જિલ્લા પંચાયત તથા મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે પોષણ સંગમ કાર્યક્રમ અન્વયે વર્કશોપ યોજાયો.

જૂનાગઢ જિલ્લા પંચાયત તથા મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે પોષણ સંગમ કાર્યક્રમ અન્વયે વર્કશોપ યોજાયો હતો. પોષણ સંગમ કાર્યક્રમ અંતર્ગત અગત્યના પગલાઓ વિષે બાળકોમાં કુપોષણના સંચાલન માટેના પ્રોટોકોલ કાર્યક્રમ અંતર્ગત અગત્યના પગલાઓ વિશે જેવા કે સ્ક્રિનિંગ, ભૂખ પરીક્ષણ, મેડિકલ ચેકઅપ, રીફર, પોષણ સારવાર, દવાઓ, આરોગ્ય અને શિક્ષણ, ફોલોઅપ મુલાકાત, ડિસ્ચાર્જના માપદંડ, ડિસ્ચાર્જ થયા બાદની ફોલોઅપ મુલાકાત અંગે યોજાયો હતો.
પોષણ સંગમ (Protocol for Management of Malnutrition in Children) કાર્યક્રમ અંતર્ગત સભાખંડ, મહાનગરપાલિકા,જૂનાગઢ ખાતે યોજવામાં આવ્યો હતો.આ વર્કશોપ કમિશ્નર, મહાનગર પાલિકા-જૂનાગઢ, સંયુક્ત નિયામક, આઈ.સી.ડી.એસ, મહિલા અને બાળ વિકાસ ગાંધીનગરના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.
જૂનાગઢ મહાનગરપાલિકા કમિશ્નર ડો ઓમપ્રકાશ દ્વારા સમુદાય આધારિત વ્યવસ્થાપનનું મહત્વ તેમજ કુપોષણ વિશે જાણકારી પ્રદાન કરવામાં આવી હતી. વિભાગીય નાયબ નિયામક, આઈ.સી.ડી. એસ. (રાજકોટ ઝોન) સુશ્રી.પૂર્વી પંચાલ દ્વારા પોષણ અંગેની જાગૃતતા તેમજ C-MAM & EGF કાર્યક્રમ ની અગત્યતા તેનું વ્યુહાત્મક આયોજન તેમજ રાજકોટ ઝોન અંતર્ગત જૂનાગઢ જીલ્લાનું ન્યુટ્રીશનલ સ્ટેટસ વિશે જાણકારી આપવામાં આવી હતી.માન.પ્રોગ્રામ ઓફિસર, આઈ.સી.ડી. એસ,જીલ્લા પંચાયત જૂનાગઢ દ્વારા જૂનાગઢ જીલ્લાનું CMAM & EGF પોષણ સંગમ અંતર્ગત નું ઇનોવેશન તથા બેસ્ટ પ્રેક્ટિસ અંગે પ્રેઝન્ટેશન રજુ કરવામાં આવેલ હતું.તેમજ સમગ્ર જૂનાગઢ જીલ્લામાં પોષણ સંગમ કાર્યક્રમના શુભારંભ તથા અમલવારી અંગે વિગતવાર જાણકારી આપવામાં આવેલ હતી.સંયુક્ત નિયામક, આઈ.સી.ડી.એસ, સુ.શ્રી.અવંતિકા દરજી દ્વારા CMAM & EGF પોષણ સંગમ કાર્યક્રમ નું મહત્વ તેમજ પોષણ સંગમ મોબાઈલ એપ્લીકેશન બાબતે જાણકારી આપવામાં આવેલ હતી.
આ તકે બાળકોના ગ્રોથ મોનીટરીંગના સાધનો(વજનકાંટાઓ/ઉંચાઈમાપન)તથા સારવારની દવાઓ તેમજ C-MAM & EGF પોષણ સંગમ કાર્યક્રમનું સાહિત્યનો સ્ટોલ પણ યોજવામાં આવ્યો હતો.
વર્કશોપની શાબ્દિક પુર્ણાહુતી બાળ વિકાસ યોજના અધિકારી, માણાવદર, સુ.શ્રી.ગીતાબેન વણપરીયા દ્વારા કરવામાં આવી હતી.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ જૂનાગઢ