જૂનાગઢ જિલ્લા પ્રભારી સચિવ દિલીપ રાણાની અધ્યક્ષતામાં આજે કલેક્ટર કચેરી ખાતે મહત્વની સમીક્ષા બેઠક યોજાઈ..

🔹 રસ્તાઓ અને પુલના કામોની સમીક્ષા
પ્રભારી સચિવએ જણાવ્યું કે, માર્ગ મરામત દરમિયાન બેરીકેડિંગ, રેડિયમ રિફ્લેક્ટર અને ચેતવણી બોર્ડ જરૂરી છે.
તેમણે જિલ્લામાંના મેજર અને માઇનર બ્રિજ, નેશનલ હાઇવે, અને જર્જરિત ઇમારતો અંગે વિસ્તૃત માહિતી મેળવી.

🔹 શાળાઓ અને ડેમોની સ્થિતિનો પણ લેવાયો અહેવાલ
માધ્યમિક અને પ્રાથમિક શાળાઓના જર્જરિત વર્ગખંડ, આંગણવાડીઓ, તેમજ ડેમો અંગે પણ સમીક્ષા કરવામાં આવી.

🔹 બહાઉદ્દીન કોલેજના નિરીક્ષણની મુલાકાત
પ્રભારી સચિવએ જૂનાગઢની ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજની મુલાકાત લીધી.
બહાઉદ્દીન આર્ટ્સ અને સાયન્સ કોલેજને આદર્શ મહાવિદ્યાલય તરીકે પસંદ કરીને રૂ. ૧૫૩-૧૫૩ લાખની ગ્રાન્ટ ફાળવાઈ છે.

🔹 પ્રસ્તુતિમાં પ્રગતિના રિપોર્ટ રજૂ કરાયો
કલેક્ટર અનિલ રાણાવસિયાએ યુદ્ધના ધોરણે ચાલી રહેલા કામગીરી અંગે પ્રેઝન્ટેશન આપ્યું.
અહીં રેડ મેટલ પેચવર્ક, પુલ ડાયવર્ઝન અને ટ્રાફિક વ્યવસ્થા જેવી વિગતો રજૂ કરાઈ.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી, મહાનગરપાલિકા કમિશનર, પોલીસ વડા અને અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.

અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ