જૂનાગઢ જિલ્લા મથકે તા.૨૩ તથા તાલુકા મથકે તા.૨૨ જાન્યુઆરી ના રોજ યોજાશે ફરિયાદ નિવારણ કાર્યક્રમ

મુખ્યમંત્રીશ્રી દ્વારા લોકોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે સ્વાગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવે છે. જેમાં જૂનાગઢ જિલ્લામાં તા. ૨૩/૧/૨૦૨૫ ગુરૂવારના સવારે ૧૧ કલાકે જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ જિલ્લા મથકે યોજાશે અને તા. ૨૨/૧/૨૦૨૫ બુધવારે સવારે ૧૧ કલાકે દરેક તાલુકા મથકે તથા ગ્રામ કક્ષાના ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે.
જિલ્લા કક્ષાએ નિકાલ કરવા પાત્ર હોય તેવા પડતર પ્રશ્નો કલેક્ટર કચેરી જૂનાગઢ અને તાલુકા તથા ગ્રામ્ય કક્ષાએ નિકાલ કરવા પાત્ર હોય તેવા પ્રશ્નો અરજદારો એ તાલુકા મામલતદાર કચેરી અને ગ્રામ પંચાયત કચેરીને તા. ૧૦/૧/૨૦૨૫ સુધીમાં સીધા પણ રજૂ કરી શકાશે
નાગરિકોએ જિલ્લા સ્વાગતમાં પોતાની રજૂઆતો/ ફરિયાદો / પ્રશ્નો, પૂરતી માહિતી અને પુરાવા સાથેની અરજી ચાલુ માસની તારીખ ૧ થી ૧૦ સુધીમાં ઓનલાઇન માધ્યમથી રજૂ કરવાની રહેશે. જિલ્લા સ્વાગત, જિલ્લા કક્ષાના કાર્યક્ષેત્રમાં આવતી હોય તેવી અરજીઓ, તાલુકા સ્વાગતમાં જે રજૂઆતનો નિકાલ ન થયો હોય અને અરજદાર જિલ્લા સ્વાગતમાં રજૂ કરે તેવી અરજીઓનો સમાવેશ કરવાનો રહેશે.
અરજદારે જે પ્રશ્નનો નિકાલ તાલુકા સ્વાગતમાં આવી શકે તેમ હોય, તેવી રજૂઆતો પ્રથમ તાલુકા સ્વાગતમાં રજૂ કરવી અને તાલુકા સ્વાગતમાં જે રજૂઆતનો નિકાલ ન થાય તો પછી જિલ્લા સ્વાગતમાં રજૂ કરવી. અરજદાર એક જ વિષયને લગતી રજૂઆત કરી શકશે. એક જ સમયે અનેક વિષયોને લગતી રજૂઆતો કરી શકશે નહીં.
અરજદાર જિલ્લા સ્વાગતમાં ઓનલાઇન રજૂઆત મોકલી શકશે. જિલ્લા કક્ષાના પ્રશ્નો જિલ્લા કલેકટર કચેરી જૂનાગઢ ખાતે તારીખ ૨૩/૧/૨૦૨૫ ગુરુવારના રોજ સવારે ૧૧ કલાકે કલેક્ટર કચેરીના સભાખંડમાં કલેક્ટરશ્રી અને સંબંધિત ખાતાના અધિકારીઓ અરજદારોને સાંભળશે. જ્યારે તાલુકા કક્ષા તથા ગ્રામકક્ષાના પ્રશ્નો મામલતદાર કચેરી/ ગ્રામ પંચાયત કચેરી ખાતે તારીખ ૨૨/૧/૨૦૨૫ ના બુધવારના રોજ સવારના ૧૧ કલાકે તાલુકા સ્વાગત લાયઝન અધિકારી શ્રી, મામલતદાર શ્રી અને સંબંધિત ખાતાના અધિકારીઓ અરજદારોને સાંભળશે. એમ નિવાસી અધિક કલેકટરશ્રી જૂનાગઢ જિલ્લાની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ જૂનાગઢ