જૂનાગઢ જિલ્લા માં 200 કરોડ થી વધુ ખનીજ ચોરી નો આક્ષેપ કરતા નિલેશ ભાઈ ગરેણીયા

જૂનાગઢઃ

જૂનાગઢ જિલ્લા ખાણ ખનીજ હરકત માં આવ્યું અને કોર્ટ ના હુકમ બાદ સ્થળ ખરાઈ (માપણી)બાદ 13 કરોડ થી વધુ નો દંડ ફટકારાયો..

જૂનાગઢ જિલ્લા ખાણ ખનીજ વિભાગ ની વાત કરીએ તો છેલ્લા એક વર્ષ જેવા સમય ગાળા થી આમ આદમી કે કોઈ પણ લોકો ના એકજ વ્યક્તિ જનહીં પરંતુ તમામ લોકો જે જૂનાગઢ ખાણ ખનીજ કચેરી માં સર્વિસ કરતા હોય તેવા તમામ લોકો ની વાત કરીએ તો કોઈ પણ ના ફોન રિસીવ કરતા જ નથી અને આ વાત તેમની સાબિતી પણ બતાવી રહી છે કે એકજ જગ્યા પર માપણી બાદ અંદાજીત 13 કરોડ થી પણ વધુ નો દંડ કરવામાં આવ્યા ના સમાચાર મળી રહ્યા છે તો જે જૂનાગઢ પુરા જિલ્લા માં અંદાજીત 200 કરોડ થી વધુ ની ખનીજ ચોરી ના આક્ષેપ ફક્ત જૂનાગઢ ના RTI એક્ટિવિસ્ટ નિલેશ ગરેણીયા જ કરી રહ્યા છે,

આજે ફક્ત 13 કરોડ થી વધુની એકજ ચોરી પકડાય શકે તો વર્ષ દરમ્યાન કામગીરી શુ…?

આવા ઘણા જ લોકો તો ફક્ત ફોન પર વાત કરી ડર ના માર્યા ચોરી થતી હોય તેવી જાણ કરતા લોકો ના તો ફોન જ ઉપડ્યા નથી એ ચોરીઓ માં સાફ જણાઈ આવે છે કે ભાગ બટાઈ સિવાય કશુંય બન્યું જ નહોય તે નર્યું સત્ય છે બાકી જે અધિકારીઓ કામ કરવા માંગતાજ હોય તે કામ ખુલ્લા મન થી કરી જ રહ્યા છે તમામ ખાતાઓ માં કામ થઈ રહ્યા છે લોકો ના તો આજ ખાતું કોઈ લોકો ના ફોન જ ન ઉઠાવતું હોય તો શું સમજવાનું .?

લોકો ના ફોન ઉઠાવી કામગીરી સખ્તાઈ થી કામગીરી કરવામાં આવેતો ફાયદો સરકાર નેજ થાય અને ભૂ માફિયાઓ માં ડર ઉભો થાય પણ કરે કોણ..

જૂનાગઢ જિલ્લા માં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત માં જે સરકાર ના GR મુજબ જે પ્રથમ પોલીસ દ્વારા જે કોઈ પણ ચોરી મુદ્દે ફોન કરવામાં આવતો હતો ત્યારે નજીક ના પોલીસ સ્ટેશન દ્વારા ચોરી પકડી શકાતી હતી અને નજીકના પોલીસ સ્ટેશન ને ફોન કરી જાણ કરતા પોલીસ દ્વારા વાહનો ડિટેઇન કરવામાં આવ્યા બાદ ખાણ ખનીજ વિભાગ તેમને સ્થળ ખરાઈ બાદ પોલીસ સ્ટેશન માં પડેલ ડિટેઇન કરેલા વાહનો છોડાવવા માટે ભૂ માફિયાઓ ફરજિયાત દંડ ભરી વાહનો છોડાવવા મજબુર બનતા હતા પરંતુ હવે સરકાર દ્વારા આ ખાણ ખનીજ વિભાગ ની કામગીરી છે કહી પોલીસ ને આ કામગીરી માં ધ્યાન ન આપવા GR બહાર પાડવામાં આવતા ખાણ ખનીજ વિભાગ ને મોકળું મેદાન મળી ગયું હોવાની લોકો માં ચર્ચાઓ થઈ રહી છે ત્યારે હવે ખનીજ માફિયાઓ ખુલ્લા મન થી ખનીજ ચોરીઓ કરી રહ્યા છે,

ઘણા એવા કિસ્સા છે ખાણ ખનીજ વિભાગ ની ગાડી આવી જોઈ ને જતા રહે છે પણ ભૂ માફિયાઓ ના ટ્રેક્ટરો બંધ નથી થતા તો પહોંચ કોની વધારે ભૂ માફિયાઓ ની કે અધિકારીઓ ની એ પણ સળગતો સવાલ ….

દાદાગીરી કરી અને કોઈ નું સાંભળતાજ નથી અને કોઈ પણ જગ્યા પર થી ખનીજ ચોરીઓ કરી રહ્યા છે પરંતુ ખનીજ વિભાગ આવવાની વાત તો પછી ની છે પરંતુ ફોન પણ ના ઉપાડે તો ફરિયાદ પણ કોને કરવી જૂનાગઢ જિલ્લા કલેકટર સાહેબ ને પણ ઘણીજ અરજી ઓ મળેલી હશે જિલ્લા ના અધિકારી ને ફરિયાદ કરવા લોકો મજબુર તો બનેજ પરંતુ કામ કરનાર જ કામ ન કરે તો વાંક કોનો…?

જૂનાગઢ જિલ્લા RTI એક્ટિવિસ્ટ નિલેશ ભાઈ ના જણાવ્યા પ્રમાણે જો તેમની અરજી બાદ 13 કરોડ થી વધુ ની ખનીજ ચોરી ઝડપાઇ છે તો તેમની તમામ અરજીઓ મુજબ તપાસ કરવામાં આવે તો જૂનાગઢ જિલ્લા માં આશરે 200 કરોડ થી પણ વધુ ની ખનીજ ચોરી પકડાઈ શકે તો નવાઈ નહીં તે નર્યું સત્ય છે તેમના જણાવ્યા પ્રમાણે જૂનાગઢ જિલ્લા માં ઘણાજ સમય થી ભુ માફિયાઓ બેફામ બન્યા છે આને બેફામ ખનીજ ચોરી થઈ રહી છે ત્યારે ફક્ત આ એકજ વ્યક્તિ ની ફરિયાદ માં 13 કરોડ ઉપરની ખનીજ ચોરી પકડાઈ હોય તો ખાણ ખનીજ વિભાગ એ એક વર્ષ માજ કેટલી કામ ગિરી કરી છે અને કેટલો દંડ વસૂલી કરી એ તપાસ કરવામાં આવે તો સત્ય સામે આવી જશે પછી લોકો ના આક્ષેપ ને છોડી અને એજ જોતા ખુલ્લું જ દેખાઈ આવશે કે સરકાર ને ફાયદો કે હપ્તા વસૂલી એ તપાસ નો વિષય છે…

અહેવાલ :- જગદીશ યાઝવ (જૂનાગઢ)