જૂનાગઢ જિલ્લા મેંદરડા તાલુકા માં મહિલા પર મારામારી ની ઘટના સામે આવી!

જૂનાગઢ: મેંદરડા તાલુકાના નાગલપુર ગામે અગાઉ ના મન દુઃખ ને લયને બે માથાભારે શખસો દ્વારા વુધ્ધ મહિલા પર અચાનક જીલેણ હુમલો કરવામાં આવ્યો
મળતી માહિતી મુજબ આ બનવવામાં તારીખ 23 ના રોજ મેંદરડા તાલુકાના નાગલપુર ગામે રહેતા લીલાબેન પરસોત્તમભાઈ દુધાત્રા જ્યારે ડેરી એ દૂધ લેવા ગયા ત્યારે અગાઉના મન દુઃખ ને ધ્યાને લઈ ને નાગલપુર ગામ નાજ રહેવાશી પ્રતીક ગોપાલ વેકરીયા ઉર્ફે.ભોલો અને તેમના પિતા ગોપાલ જેરામ વેકરીયા દ્વારા લીલાબેન પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો
આ બનાવમાં ત્રણ દિવસ અગાઉ જ્યારે લીલાબેન ના દીકરા ઘરે હતા ત્યારે પ્રતીક નામના વ્યક્તિએ લીલાબેન ના દીકરાને ફોન કરીને કોઈ બાબતે ગાળો કાઢેલી અને તું બહાર આવ મારે તને મારવો છે એમ કરીને લીલાબેન ના દીકરાને ગામમાં બોલાવીને હથીયારો વડે હુમલો કરયો હતો આ બાબત માં ગામના સરપંચ અને આગેવાનો દ્વારા સમાધાન પણ કરાવેલ છતાં આ મન દુઃખને ધ્યાનમાં રાખીને બે માથાભારે સખસો પ્રતીક અને તેમના પિતા ગોપાલભાઈ જેરામભાઈ વેકરીયા દ્વારા ફરીવાર 23 તારીખના રોજ લીલાબેન પરસોત્તમભાઈ દુધાત્રા ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો
અને હુમલો થયા બાદ લીલાબેન ને 108 મારફતે મેંદરડા સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા …સિવિલ હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ ફરજ પર ના ડોક્ટર દ્વારા મેંદરડા પોલીસ સ્ટેશનને રાત્રે જાણ કરેલી . ફરીયાદી ના જણાવ્યા મુજબ પોલીસે હજી સુધી કાર્યવાહી કરેલ નથી અવાર નવાર અવી ને અમને પૂછતાછ કરવામાં આવે છે કે કેવી રીતે બનાવ બન્યો અને અમે લોકો એ જે હકીકત હતી તે જણાવી આપેલ છે પણ હજીસુધી પોલીસદ્વારા કોઈપણ ફરિયાદ દાખલ થયેલ નથી અમને એવું લાગી રહ્યું છે કે કોઈ સ્થાનીક રાજકીય નેતા ના સગાંસંબંધીઓ ને લીધે મેંદરડા પોલીસ ફરિયાદ લેતી નથી પોલીસ દ્વારા અમને એવું કહેવામાં આવ્યું છે હકીકતમાં અમને કુવાળીઓ વડે અને તીક્ષ્ણ હથિયાર દારા મને માર મારવામાં આવેલ છે પણ પોલીસ દ્વારા અમને એવું કહેવામાં આવે છે કે તમે એવું લખાવો કે પથ્થર વડે મારવામાં આવ્યા છે તમે લખાવશો પથ્થર વડે કે હથિયાર વડે એમાં કાંઈ ફરક પડતો નથી બધું સરખું જ છે ત્યારે હાલ 100 કલાક ની કામગીરી માં પોલીસ કામગીરી દરમ્યાન આ આરોપી ને ના પકડવા પાછળ શું રાજકીય દબાણ હોવાની લોક ચર્ચા

અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ