જૂનાગઢ જિલ્લાનાં રોજગારવાંચ્છુઓને રોજગારીનો ઉમદા અવસર પ્રાપ્ય થાય તેવા હેતુસર ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમ વેલ્સ્પુન ઇંડિયા લી. અંજાર કચ્છ તથા એસ.બી.આઇ. લાઇફ ઇંસ્યુરંશ કંપની જૂનાગઢ એકમમાં ભરતી હેતુ ખાલી પડેલ મશીન ઓપરેટર, અને લાઇફમીત્ર ની જગ્યાઓ માટે ૧૮ થી ૩૫ વર્ષની વયમર્યાદા તેમજ ખાલી જગ્યાને અનુરૂપ ધો. ૮ થી એસ.એસ.સી, આઇ.ટી.આઇ. કે ડિપ્લોમાની શૈક્ષણિક લાયકાત ધરાવનાર રોજગારવાંચ્છુઓ માટે ભરતીમેળાનું આયોજન જિલ્લા રોજગાર વિનિમય કચેરી–જૂનાગઢ દ્વારા વંથલી આઇ.ટી.આઇ. કેમ્પસ મુ. નરેડી ખાતે તા.૧૦/૦૧/૨૦૨૫ના રોજ સવારે ૧૦:૩૦કલાકે કરવામાં આવેલ છે.
પ્રસ્તુત ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર રોજગારવાંચ્છુઓએ શૈક્ષણિક લાયકાતનાં પ્રમાણપત્રો તેમજ જરૂરી દસ્તાવેજો સાથે ભરતીમેળા સ્થળ પર ઉપસ્થિત થવાનું રહેશે. ભરતીમેળામાં રોજગારવાંચ્છુઓ અનુબંધમ પોર્ટલ https://anubandham.gujarat.gov.in ના માધ્યમથી પણ ભાગ લઇ શકે છે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જૂનાગઢના ટેલીફોન નંબર ૦૨૮૫-૨૬૨૦૧૩૯ પણ સંપર્ક કરી શકો છો.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)