જૂનાગઢ,તા. ૧૯ જૂનાગઢ જિલ્લાનાં રોજગારવાંચ્છુઓને રોજગારીનો ઉમદા અવસર પ્રાપ્ય થાય તેવા હેતુસર ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમ સી.વી.એમ. કંપની (બારીકી જ્વેલર્સ), એસ.એમ.એફ.જી. ઇન્ડિયા ક્રેડિટ કંપની. લી., ઇન્સટાકાર્ટ પ્રા.લી. તથા શ્રીજી કંન્સલ્ટન્સી (ટાટા એ.આઇ.એ. લાઇફ ઇન્સ્યુરન્સ) એકમમાં ઇન્વેન્ટરી મેનેજર, M.I.S. / ડિસ્પેચ એક્સઝ્યુકેટીવ, સ્ટોક આસી., મટીરીયલ / ફ્લોર સ્ટોક ઇન્ચાર્જ, ઓડિટર (એડમીન), ગ્રુપ ક્રેડિટ ઓફિસર, શોર્ટર, ડિલિવરી બોય તેમજ ફાઇનાંસીયલ એડવાઇઝર ની જગ્યાઓ માટે ૨૦ થી ૪૫ વર્ષની વયમર્યાદા ખાલી જગ્યાને અનુરૂપ એસ.એસ.સી. થી સ્નાતક કે અનુસ્નાતક (આઇ.ટી.આઇ. કે ડિપ્લોમા) જગ્યાને અનુરૂપ શૈક્ષણિક લાયકાત અને અનુભવ ધરાવનાર રોજગારવાંચ્છુઓ માટે ભરતીમેળાનું આયોજન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, “બી” વિંગ, પ્રથમ માળ, બહુમાળી ભવન, –જૂનાગઢ ખાતે તા.૨૧/૦૨/૨૦૨૫ના રોજ સવારે ૧૦:૩૦કલાકે કરવામાં આવેલ છે.
પ્રસ્તુત ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર રોજગારવાંચ્છુઓએ શૈક્ષણિક લાયકાતનાં પ્રમાણપત્રો તેમજ જરૂરી દસ્તાવેજો સાથે ભરતીમેળા સ્થળ પર ઉપસ્થિત થવાનું રહેશે. ભરતીમેળામાં રોજગારવાંચ્છુઓ અનુબંધમ પોર્ટલ https://anubandham.gujarat.gov.in ના માધ્યમથી પણ ભાગ લઇ શકે છે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જૂનાગઢના ટેલીફોન નંબર ૦૨૮૫-૨૬૨૦૧૩૯ પણ સંપર્ક કરી શકો છો.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)