જૂનાગઢ જિલ્લા રોજગાર કચેરી દ્રારા તા.૨૩ મેના ભરતી મેળો યોજાશે.

જૂનાગઢ,તા. ૨૧. જૂનાગઢ જિલ્લાનાં રોજગારવાંચ્છુઓને રોજગારીનો ઉમદા અવસર પ્રાપ્ય થાય તેવા હેતુસર ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમ વેલ્સ્પુન લિવિંગ લિમીટેડ મુ.વર્ષામેડિ, અંજાર (કચ્છ) તથા એચ.આર.ટેલેન્ટ શોલ્યુશન પ્રા.લી ના પે-રોલ પર ( બિલ્ડ કાસ્ટ સોલ્યુશન પ્રા.લી. મુંદ્રા કચ્છ ) કંપની ખાતે મશીન ઓપરેટર અને કંટ્રક્શન હેલ્પર ની જગ્યાઓ માટે જગ્યાને અનુરૂપ ધો.૭ થી ૧૦ પાસ કે આઇ.ટી.આઇ. ડિપ્લોમાની શૈક્ષણિક લાયકાત અને અનુભવ ધરાવનાર રોજગારવાંચ્છુઓ માટે ભરતીમેળાનું આયોજન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જૂનાગઢ ખાતે તા.૨૩/૦૫/૨૦૨૫ના રોજ સવારે ૧૦:૩૦કલાકે કરવામાં આવેલ છે.
ભરતી મેળામાં ભાગ લેવા હેતુસર રોજગારવાંચ્છુઓએ શૈક્ષણિક લાયકાતનાં પ્રમાણપત્રો તેમજ જરૂરી દસ્તાવેજો સાથે ભરતી મેળા સ્થળ પર ઉપસ્થિત થવાનું રહેશે. ભરતી મેળામાં રોજગારવાંચ્છુઓ અનુબંધમ પોર્ટલ https://anubandham.gujarat.gov.in ના માધ્યમથી પણ ભાગ લઇ શકે છે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જૂનાગઢના ટેલીફોન નંબર ૦૨૮૫- ૨૬૨૦૧૩૯ પણ સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયુ છે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ જૂનાગઢ