જૂનાગઢ, તા. ૨૪/૦૯/૨૦૨૫ – રોજગારીની શોધમાં રહેલા યુવાનોને કાર્યક્ષેત્રમાં ઉત્તમ અવસર પ્રદાન કરવા માટે જૂનાગઢ જિલ્લા રોજગાર કચેરી દ્વારા ભરતી મેલોનું આયોજન કરવામાં આવ્યું છે.
ભરતી મેલાની વિગતો
તારીખ: ૨૬ સપ્ટેમ્બર ૨૦૨૫
સમય: સવાર ૧૦:૩૦ કલાકે
સ્થાન: જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ‘બી’ વિંગ, પ્રથમ માળ, બહુમાળી ભવન, જૂનાગઢ
હેતુ: ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય સંસ્થાઓમાં સેલ્સ ઓફિસર, ફાઇનાન્સીયલ કન્સલ્ટન્ટ, પાર્ટનર, લાઇફ પ્લાનિંગ ઓફિસર, શોર્ટ સ્ટાફ સહિતની જગ્યા માટે ભરતી.
ભાગ લેતા કંપનીઓ
એચ.ડી.એફ.સી. લાઇફ ઇન્સ્યુરન્સ
રિલાયન્સ નિપ્પોન લાઇફ ઇન્સ્યુરન્સ
કુદરત એગ્રો ટેક
ઇસ્ટાકાર્ટ સર્વિસ પ્રા.લી.
લાયકાત
ઉમેદવાર પાસે એચ.એસ.સી., ડિપ્લોમા અથવા સ્નાતક ની શૈક્ષણિક લાયકાત હોવી જરૂરી.
મહત્વપૂર્ણ સૂચનાઓ
ઉમેદવારોએ શૈક્ષણિક પ્રમાણપત્રો તથા જરૂરી દસ્તાવેજો સાથે ઉપસ્થિત થવું.
અનુબંધમ પોર્ટલ https://anubandham.gujarat.gov.in દ્વારા પણ ઉમેદવાર ભરતીમાં ભાગ લઈ શકે છે.
વધુ માહિતી માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જૂનાગઢના ટેલીફોન નંબર ૦૨૮૫-૨૬૨૦૧૩૯ પર સંપર્ક કરી શકાય છે.
📍 અહેવાલ – નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ