માનનીય જિલ્લા કલેકટરશ્રી દ્વારા તા. ૦૬/૦૨/૨૦૨૫ ના રોજ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીની મુલાકાત કરી સમાજ સુરક્ષા કચેરીમાં થતી કામગીરી જેવી કે સંત સુરદાસ યોજના, દિવ્યાંગ વ્યક્તિને એસ.ટી. બસમાં મફત મુસાફરી યોજના, UDID, બાળ સંભાળ ગૃહ વગેરે યોજનાઓના અમલીકરણની ચકાસણી કરવામાં આવી. જેમાં દિવ્યાંગ વ્યક્તિઓને UDID કાર્ડ મેળવવામાં મુશ્કેલી પડતી હોવાનું જણાતા કલેકટરશ્રી દ્વારા દિવ્યાંગ લોકોને UDID કાર્ડ તેમજ દિવ્યાંગતાનું પ્રમાણપત્ર સરળતાથી મળી રહે એ માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, સીવિલ સર્જનશ્રી ડો. પાલા લાખણોત્રા તેમજ મેડિકલ સૃપ્રિટેન્ડનશ્રી ડૉ. કૃતાર્થ બ્રહ્મભટ્ટને જરૂરી સુચના આપી અને સંકલન કરીને સિવિલ હોસ્પિટલ ખાતે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્ટાફ ગોઠવી તાત્કાલિક અસરથી દિવ્યાંગ લોકોને UDID કાર્ડ તેમજ દિવ્યાંગતાનું પ્રમાણપત્ર સરળતાથી મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેમજ દિવ્યાંગ વ્યક્તિઓને તેમની દિવ્યાંગતાને અનુરૂપ સમાજ સુરક્ષાની જે યોજનાનો લાભ મળવાપાત્ર હશે તેની માહિતી પણ માનનીય જિલ્લા કલેકટરશ્રીની સુચના મુજબ સિવિલ હોસ્પિટલ ખાતેથી જ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)